મોબાઈલમાં તલ્લીન થઈને રોડ ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે આવતા મોત- વિડીયો જોઇને તમે જ કહો કોની ભૂલ છે?

Published on: 3:00 pm, Sat, 24 July 21

હાલના સમયમાં મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે મુસાફિર કરતી વખતે ફોન પર વાત ન કરવી હેલ્મેટ પહેરું આ તમામ નિર્ણયો નું પાલન કરવું જરૂરી છે. ત્યારે હાલમાં જ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે બનેલા અકસ્માતનો એક CCTV વીડિયો સામે આવ્યો છે.

આ અકસ્માતમાં વડોદરાની સીટી બસની અડફેટમાં રોડ ક્રોસ કરી રહેલો એક યુવક આવી ગયો છે. યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જાય છે. આ બનાવ પછી પોલીસે બસચાલકની ધરપકડ કરીને કાર્યવાહી આગળ વધારી છે.

મળતી માહિતી મુજબ એક સીટી બસ વાઘોડિયા થી મુસાફરોને લઇને વડોદરા શહેર તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે રોડ ક્રોસ કરી રહેલો એક યુવક બસ ની અડફેટેમાં આવતા તેનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના ગેટ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પોલીસ ના સુત્રો અનુસાર જાણવા મળ્યું કે CCTV ફૂટેજ જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ થયેલ વ્યક્તિ ફોન પર વાત કરતો કરતો રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ વ્યક્તિ પોતાના મોબાઇલ ફોન પર વાતમાં એટલો વ્યસ્ત હતો કે તેને બસ નો અવાજ પણ ન સંભળાય.

અને બસ ની ઝડપ હોવાથી આ વ્યક્તિ રોડ ક્રોસ કરતી વખતે બસની નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. જેવી હોસ્પિટલ પાસે આ ઘટના બની ત્યારે તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

તપાસમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સામે આવ્યું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સચિન બ્રિજેશભાઈ કશ્યપ હતું. મળતી માહિતી મુજબ કશ્યપ હોસ્પિટલમાં આવ્યો હતો. કશ્યપ હોસ્પિટલમાંથી નીકળીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના બની છે.

ત્યારે વાઘોડિયા પોલીસ દ્વારા બસ ચાલક હરેશભાઈ બારીયા વિરોધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ બસ સંચાલકો દ્વારા બસ ચાલક હરેશભાઈ બારીયા ને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.b

Be the first to comment on "મોબાઈલમાં તલ્લીન થઈને રોડ ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે આવતા મોત- વિડીયો જોઇને તમે જ કહો કોની ભૂલ છે?"

Leave a comment

Your email address will not be published.


*