રાજ્ય સરકારનો મોટો નિર્ણય,રાશન કાર્ડધારકોને મળશે મફતમાં અનાજ

દિવાળીના તહેવારને લઈને રાજ્ય સરકાર દ્વારા રાશન કાર્ડધારકોને ઘઉં,ચોખા,કપાસિયા તેલ અને તુવેરદાળ નું વિતરણ આગામી 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારનું નિયમિત અનાજ ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજનાનું મફત અનાજ પણ આપવામાં આવનાર છે.

બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો ખાંડ વધારાની મળશે. બીપીએલ અત્યોદય એનએફએસએ ના લાભાર્થીઓને એક લીટર કપાસિયા તેલનું પાઉચ આપવામાં આવનાર છે.દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે 1 નવેમ્બરથી તમામ રેશનિંગની દુકાનો માં અનાજ પહોંચી જાય

અને વિતરણ શરૂ કરી દેવાય તે માટે પૂરતી વ્યવસ્થા પુરવઠા વિભાગ તરફથી હાથ ધરી દેવામાં આવી છે. આ માટે તમામ દુકાનદારોને ચલન ભરીને નવેમ્બર માસનો જથ્થો લઈ જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ નવેમ્બર માસમાં એન.એફ.એસ.એ કાર્ડ ધારકોને રેગ્યુલર વિતરણ ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ નું મફતમાં અનાજ પણ આપવામાં આવનાર છે.

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યમાં અત્યોદય,બીપીએલ તથા નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ અનાજ મેળવવાના પાત્ર એપીએ 1 અને 2 કાર્ડધારકોને રીફાઈનડ કરેલું કપાસિયા તેલનું 1 લીટર નું પાઉચ રૂપિયા 93 ના ભાવે કાર્ડદીઠ આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*