ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકાર નો મોટો નિર્ણય,ખાતર પરની સબસીડીમાં વધારો કરવાનો લેવાયો નિર્ણય

મોદી કેબિનેટે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ વર્ષ માટે ખાતરોના વધેલા ભાવ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ સાથે સરકારે આ બંને પર સબસીડી વધારવાનો નિર્ણય કર્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ સમગ્ર વર્ષ 2021-22 માટે ફોસ્ફેટીક અને પોટાશ ખાતરોના વધેલા ભાવ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે આ બંને ખાતર પર સબસિડી 438 રૂપિયા પ્રતિ બેગ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.મોદી કેબિનેટ ની મહત્વની બેઠક યોજાઈ હતી અને આ બંને ખાતરો માટે આ બેઠકમાં વધારાની 28,655 કરોડ રૂપિયાની સબસીડી ની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ એ NP&K ખાતરો માટે પોષક આધારીત સબસીડી એટલે કે ઓક્ટોબર થી માર્ચના સમયગાળા માટે આ બંને ખાતરને મંજૂરી આપી છે.કેબિનેટની બેઠકમાં અમૃત યોજના હેઠળ ગંદા પાણી વ્યવસ્થાપન અંગેનું આયોજન કરવામાં આવ્યો હતું. સ્વચ્છ ભારત મિશન 2.0 માટે 141600 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આમાં કેન્દ્ર નું યોગદાન 36465 કરોડ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*