ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા કરી મોટી જાહેરાત, આ ચાર જિલ્લામાં જાહેર કરાયા…

Published on: 5:54 pm, Mon, 12 October 20

ગુજરાત રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ચાર જિલ્લા પ્રમુખ ને જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ અને ભાવનગર શહેર તેમજ મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોક ડાંગર અને ભાવનગર શહેર પ્રમુખ તરીકે પ્રકાશ વાઘાણી ના નામની જાહેરાત કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેન્દ્ર દરબાર અને ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનસુખ ગોહિલ ના નામની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે,ગઈ કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આદેશથી આ બે શહેર અને બે જિલ્લા પ્રમુખો ની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસને ૪ બેઠકો અને પ્રમુખ જાહેર કરવામાં ખૂબ જ માથાકૂટ કરવી પડી છે તે માટે આચાર બેઠો ખૂબ જ મહત્વની છે.

આ વર્ષે કોંગ્રેસ નો પક્ષ ભારે દેખાય છે. કોંગ્રેસની આ ચૂંટણી જીતવાની સંભાવના પણ રહે છે .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!