સુરતમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચક અને માર્મિક વાત કરી હતી. પાટીદાર અભિવાદન સમારોહમાં મુખ્ય મંત્રીએ કહ્યું કે સારા વિચારોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ અમારું છે. શ્રેષ્ઠ ભારત બનાવવુ હોય તો દરેક સમાજે સાથે રહીને કામ કરવું પડે.
મુખ્યમંત્રીએ ત્યાં સુધી કહ્યું કે ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો ના હોઈ શકે પણ મુખ્યમંત્રી તો દરેક સમાજના હોઈ શકે.સુરતના વરાછા રોડ વાલક પાટીયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે અધતન હોસ્ટેલ અને અતિથી ગૃહનું નિર્માણ થનાર છે.
ત્યારે ગઇકાલે વડાપ્રધાન મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી આ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા,કેન્દ્રના રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કૃષિ ઊર્જા મંત્રી મુકેશ પટેલ સહિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના અનેક આગેવાનો અને ઉદ્યોગકારો પણ હાજર રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment