હવામાન વિભાગની જાહેરાત મુજબ 12 ઓક્ટોબર એ સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.ચોમાસામાં વિદાય બાદ જે વરસાદ વરસતો હોય તેમને માવઠા સ્વરૂપે વરસાદ ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે ગરમી ચાલુ થઈ ચૂકી છે.
હાલમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે. તેની અસર ગુજરાતમાં થશે કે કેમ?15 તારીખની અપડેટ મુજબ અરબી સમુદ્રમાં કેરળ પાસે એક નાની સિસ્ટમ સક્રિય છે.જે સિસ્ટમ આવનારા બે દિવસમાં સંપૂર્ણ નબળી પડી જશે જેમની ગુજરાત પર કોઈ અસર જોવા મળશે નહીં.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમથી ગુજરાતને કોઇપણ પ્રકારનો ખતરો નથી.જ્યારે બીજીબાજુ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે.જોકે તેની અસર પણ ગુજરાતમાં નહિવત છે.બંગાળની ખાડીની સિસ્ટર વાવાઝોડા સુધી જશે તો જવાદ વાવાઝોડું નામ આપવામાં આવશે.
દિવાળી સુધીમાં ગુજરાત વાવાઝોડા નો ખતરો નથી અને માવઠા સ્વરૂપે વરસાદ થાય તેની શક્યતા પણ ખૂબ જ ઓછી છે. આવનારા દિવસોમાં હવે ઝાકળ અને ઠંડીની શરૂઆત થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!