ગુરૂવારના રોજ રાત્રિના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક ભાઈએ પોતાની બહેનનો જીવ લઈને કાંઈક એવું કર્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે ક, ગુરૂવારના રોજ રાત્રિના સમયે નશાની હાલતમાં એક ભાઈએ પોતાની બહેન ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.
જ્યારે યુવકની માતા વચ્ચે પડી ત્યારે યુવકે પોતાની માતા ઉપર પણ પ્રહાર કર્યા હતા, આ ઘટનામાં માતા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ આ સમગ્ર ઘટના એક અકસ્માત છે, તેવું બતાવવા માટે આરોપી ભાઈ ઘરમાં ગેસ સિલિન્ડરમાં આગ લગાવી દીધી હતી.
આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી માતા યોગ્ય સમયે ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી. જ્યારે બહેનનું ઘટનામાં મોત થઈ ગયું હતું. ગેસ સિલિન્ડર ફાટવાના કારણે બેહનના મૃતદેહને ટુકડા થઈ ગયા હતા. આ ઘટના લખનઉમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સલમાન નામના યુવકને નશો કરવાની લત છે.
મળતી માહિતી અનુસાર સલમાને નશા માટે પૈસા માગ્યા હતા. પરંતુ પરિવારના સભ્યોએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. એટલે સલમાન ગુરૂવારના રોજ સવારથી જ ઘરમાં હંગામો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ ગુરુવારના રોજ રાત્રે 10:00 વાગ્યે આસપાસ ફરી એક વખત સલમાન અને ઘરમાં હંગામો કર્યો હતો.
સલમાને પોતાની બહેને રૂબીના પાસે પૈસા માગ્યા હતા. ત્યારે રૂબીના પૈસા આપવાની ના પાડી હતી, પછી તો ગુસ્સામાં રહેલા સલમાન પોતાની બહેન ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ દરમિયાન સલમાન ની માતા વચ્ચે પડી હતી, ત્યારે સલમાને પોતાની માતા ઉપર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.
ત્યારબાદ સલમાન ઘરમાં સિલિન્ડરમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે જોરદાર ધડાકો થયો હતો. આ ઘટનામાં સલમાન ની માતા યોગ્ય સમયે ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી એટલે તેનો જીવ બચી ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment