હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા. કેન્દ્ર સરકાર ખેડૂતોની મદદ માટે એક યોજના બહાર પાડી તેમાં ખેડૂતોની આવક ડબલ કરવા નો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ ધ્યાનમાં રાખીને હવે નવું કૃષિ બિલ લાવ્યા બાદ કૃષિને મોટા બિઝનેસમાં ફેરવવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતોને આ ભેટ આપવા જઈ રહી છે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની સહાય આપશે. આ રીતે મળશે 15 લાખ રૂપિયા, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે.
આ યોજનામાં ફાર્મસ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન ને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો 11 ખેડૂતો હોવા જરૂરી છે.
11 ખેડૂતોને મળીને એક ઓર્ગેનાઇઝેશન અથવા તો કંપની બનાવવાની રહેશે. જેના કારણે તેને ખેતીના સાધનો ખરીદવા માટે સરળતા પડશે. આ ઉપરાંત ફર્ટિલાઈઝસ, વીજ અથવા તો દવાની ખરીદીઓ માટે પણ સારું પડશે.
આ રીતે એપ્લાય કરી શકો છો?
પ્રધાનમંત્રી કિસાન FPO યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને થોડાક સમય સુધી રાહ જોવી પડશે. કારણકે હજુ સુધી સરકાર દ્વારા યોજના માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.
ટૂંક સમયમાં સરકાર દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. તે માહિતી મુજબ જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા ટૂંક જ સમયમાં આ યોજનાની નોટિફિકેશન બહાર પાડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment