હાલમાં બનેલી કોઈ દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ખેડૂતને પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર રાત્રે ખેતરમાં સાપે ખેડૂતોને ડંખ લગાવ્યો હતો. આ કારણોસર ખેડૂતનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના મોડાસાના માધુપુરા ગામમાં બની હતી.
મળતી માહિતી અનુસાર માધુપુર ગામના ખેડૂત રાત્રે પિયત માટે ખેતરમાં ગયા હતા. ખેતરમાં તેઓ ગયા ત્યારે તેમને એક ઝેરી સાપે ડંખ લગાવ્યો હતો. મળતી માહિતી અનુસાર રાજાભાઈ પુંજાભાઈ પરમાર રાત્રે લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ વીજળી હોવાથી પોતાના ખેતરમાં પિયત માટે ગયા હતા.
ત્યારે એક ઝેરી સાપે રાજાભાઈને ડંખ લગાવ્યો હતો. રાજાભાઈ આ ઘટનાની જાણ પોતાના દીકરાને કરી હતી તેથી દીકરો ખેતરે દોડી આવ્યો હતો. ત્યારબાદ રાજાભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનમાં હોસ્પિટલ લઇ ગયા હતા.
પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં રાજાભાઇનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા રાજાભાઈ નાના દિકરાના આગામી 21 તારીખના રોજ લગ્ન ગોઠવ્યા હતા.
લગ્ન હોવાના કારણે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને ખુશીનો માહોલ પણ હતો. પરંતુ અચાનક જ રાજાભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. દીકરાના લગ્ન પહેલા પિતાની અર્થી ઉઠતા પરિવારના લોકો અને ગામના લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા.
આ ઘટના બન્યા બાદ ગામના લોકોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ કરતા જ પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજાભાઈ જુવારના ખેતરમાં પિયત માટે ગયા હતા. ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. સારવાર મળે તે પહેલા તો રાજાભાઇનું રસ્તામાં જ કરૂણ મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment