કોઈ કામ અર્થે જઈ રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, ડિવાઈડર સાથે માથું અથડાતાં યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 10:28 am, Fri, 13 May 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. અત્યાર સુધીમાં ઘણી અકસ્માતની ઘટનામાં હસતા ખેલતા પરિવાર વિખેરાઈ ગયા હશે. ત્યારે નીમચ શહેરમાં મોડી રાત્રે બનેલી કે દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ રાત્રે લગભગ 11 થી 12 વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ ગૌરવ હતું. તેની ઉંમર અંદાજે 20 થી 22 વર્ષ વચ્ચેની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલ ગૌરવ કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ગૌરવના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બન્યા બાદ ગૌરવની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે ગૌરવને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે ગૌરવનું માથું ડીવાઈડર સાથે અથડાયું હતું.

એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં ગૌરવના નાક અને મોના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ ગૌરવને એક ઓટો રિક્ષામાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગૌરવને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ગૌરવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. ગૌરવ ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોઈ કામ અર્થે જઈ રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, ડિવાઈડર સાથે માથું અથડાતાં યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*