ગાંધીનગરમાં જન્મદિવસના દિવસે જ એક યુવકનું મૃતદેહ તેના જ ઘરમાંથી વિકૃત હાલતમાં મળી આવ્યું, જન્મદિવસના દિવસે જ ઉઠી અર્થી…

Published on: 5:43 pm, Thu, 12 May 22

ગાંધીનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર-12માં હેતા 41 વર્ષીય યુવાનનો મૃતદેહ તેના ઘરમાંથી વિકૃત હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતા સેક્ટર-7ની પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન ભૂતકાળમાં બોલિવૂડ સ્ટાર માટે ટીશર્ટ મેન્યુફેક્ચરિંગ કરતો હતો. તેવી વિગતો સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે મૃત્યુ પામેલા યુવકનો જન્મદિવસ હતો અને તે જ દિવસે તેની અંતિમક્રિયા થઈ હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ ચાર્લ્સ સેલીસભાઈ ખ્રિસ્તી હતું. મળતી માહિતી અનુસાર ચાર્લ્સના ઘર માંથી ખૂબ જ દુર્ગંધ આવવાના કારણે પડોશીએ સેકટર-7 પોલીસ મથકમાં ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસ જ્યારે ચાર્લ્સના ઘરે પહોંચી ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે પોલીસે બારી ખોલી ત્યારે ઘરમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી હતી. આવી પરિસ્થિતિમાં પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યું હતું. ત્યારે પોલીસને ઘરની અંદર થી ચાર્લ્સનું મૃતદેહ મળી આવ્યું હતું.

ઘરમાં એટલી દુર્ગંધ આવતી હતી કે ત્યાં ઊભું રહેવું પણ ખૂબ જ મુશ્કેલ હતું. છેવટે પોલીસને ઘરમાં પર્ફ્યુમ છાંટવાનું ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ચાર્લ્સના માતા-પિતા અને બંને બહેનો ન્યૂઝીલેન્ડમાં રહે છે. ચાર્લ્સના જન્મદિવસના દિવસે જ અંતિમવિધી થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર પોલીસે ચાર્લ્સના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. તેના પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક રીતે હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગરમાં જન્મદિવસના દિવસે જ એક યુવકનું મૃતદેહ તેના જ ઘરમાંથી વિકૃત હાલતમાં મળી આવ્યું, જન્મદિવસના દિવસે જ ઉઠી અર્થી…"

Leave a comment

Your email address will not be published.


*