બેતિયાના ઉપાધ્યાય ટોલા ગામમાં ચારે બાજુ માતમ છવાઇ ગયો છે. આ ગામના ત્રણ યુવકો વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. ત્યારે શનિવારના રોજ બનેલી અકસ્માતની ઘટનામાં ત્રણેય મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બનતા જ ગામના તમામ લોકો દુઃખી થઈ ગયા છે.
મૃત્યુ પામેલા ત્રણેય યુવકો નાનપણથી એકબીજાના મિત્ર હતા. ગામમાં તેમની મિત્રતાની ચર્ચા થતી હતી. અકસ્માતમાં ત્રણ મિત્રોના મૃત્યુ તથા ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. રવિવારના રોજ બે મિત્રોની અંતિમયાત્રા નીકળ્યા અને એક મિત્રનો જનાજો નીકળ્યો હતો. એક જ સાથે ગામમાં ત્રણ અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચડયું હતું.
આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો અને અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા. આ અકસ્માતની ઘટનામાં નિતિશ, સોનુ અને અફરોઝનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા સોનુની બહેનના 27 એપ્રિલનાં રોજ લગ્ન હતા. બહેનની ડોલી ઊઠે તે પહેલાં તો ભાઈની અર્થી ઉઠી ગઈ હતી.
મૃત્યુ પામેલા ત્રણેય મિત્રોના 10 મીટરના અંતરે ઘર છે. મૃત્યુ પામેલો સોનુ ઇન્ટર નો વિદ્યાર્થી હતો. તે પોતાના ચાર ભાઇ-બહેનોમાં સૌથી મોટો હતો. તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. મૃત્યુ પામેલા સોનુનું IAS ઓફિસર બનવાનું સપનું હતું. ભાઈ ના મૃત્યુના સમાચાર સાંભળીને બહેનને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી.
મૃત્યુ પામેલો અફરોઝ બી.ટેકનો વિદ્યાર્થી હતો. તે ચેન્નઈમાં રહીને એન્જિનિયરિંગ કરતો હતો. મૃત્યુ પામેલાને અફરોઝ ત્રણ બહેનો અને બે ભાઈઓ છે. મૃત્યુ પામેલો નીતેશ નેપાળના નારાયણ ઘાટમાં રહેતો હતો અને કડિયાકામ કરતો હતો. તે હોળીનો તહેવાર ઉજવવા માટે ઘરે આવ્યો હતો. નીતેશને ચાર બહેનો અને ચાર ભાઈઓ છે. નિતેશ પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો.
મળતી માહિતી મુજબ ત્રણેય મિત્રો જ્યારે જાન માંથી પરત આવી રહ્યા હતા. ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણે મિત્રો ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર ત્રણેયના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર તેમની બાઈક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment