ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડ માં આવી ગઈ છે. બનાસકાંઠાના દિયોદર માં કોંગ્રેસ જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું
કે, કોંગ્રેસને જીતાડવા માટે હું મારી બેઠક છોડવા તૈયાર છું. બીજો યોગ્ય ઉમેદવાર હશે તો હું મારી બેઠક છોડવા તૈયાર છું. આપણે કોંગ્રેસને જીતાડવાની છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ ચૌધરીને માત આપી હતી. ત્યારબાદ કોંગ્રેસમાં તેમનું કદ મોટા ગજાનું થઈ ગયો હતો. આજે આપેલા બેઠક છોડવા તૈયાર ના નિવેદન
બાદ સોશિયલ મીડિયામાં તેમજ લોક મુખે એવી વાત ચર્ચાઈ રહી છે કે તેમને હારનો ડર છે.વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના સસરાના ગામ એવા દિયોદર પંથકના કોતરવાડા ગયા હતા. કોતરવાડા ગામ માં
લાઇબ્રેરીના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી ગેનીબેન ઘૂંઘટ માં રહીને ભાષણ આપ્યું હતું. સસરાના ગામમાં વડીલોની આમન્યા અને સામાજિક રથ આને અનુસરીને ગેનીબેન એ છેવટ સુધી આ જ રીતે ઉત્બોધન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment