અટલ સરકારમાં નાણાંમંત્રી અને વિદેશ મંત્રી રહી ચૂકેલા ભાજપના પૂર્વ કદાવર નેતા યશવંતસિંહાએ મમતા બેનરજીની પાર્ટીમાં એન્ટ્રી મારી લીધી છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ થોડા સમયથી તેઓ સક્રિય રાજકારણથી દૂર હતા અને શનિવારે તેઓએ કોલકાતા તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ પહોંચ્યા હતા.
ત્યાં તેઓએ પાર્ટીની સદસ્યતા સ્વીકાર કરી હતી. સૂત્રોનું માનવું છે કે યશવંત સિંહાને દિનેશ ત્રિવેદી ની જગ્યા પર રાજ્યસભામાં મોકલવા માં આવી શકે છે અને કોલકાતામાં મમતા બેનરજીની પાર્ટી માં સામેલ થતાં.
જ યશવંતસિંહાએ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.નોંધનીય છે કે જ્યારથી બંગાળમાં ચૂંટણીના પડઘમ શરૂ થયા છે ત્યારથી મમતા બેનરજીની પાર્ટીમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક એક કરીને ધારાસભ્ય થી લઈને સાંસદો મમતા નો સાથ છોડી રહ્યા છે અને બધા જ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. એવામાં મમતા બેનરજીની પાર્ટીમાં યશવંત સિંહા ની એન્ટ્રી બાદ પાર્ટી માં થોડો મનોબળ મળશે.
યશવંત સિંહા સતત સરકારની સામે બોલતા આવ્યા છે અને તૃણમૂલ કોંગ્રેસ ને પણ એવા ચહેરાની જરૂર છે જે મોદી સરકાર પર આકરા પ્રહારો કરે.યશવંત સિંહાની પુસ્તક ભૂમિ પર નજર રાખે તો તેઓ IAS અધિકારી રહી ચૂક્યા છે.
અને અધિકારી ની નોકરી છોડીને તેઓ રાજકારણમાં આવ્યા છે. ચંદ્રશેખર ની સરકારમાં પણ તેઓ મંત્રી હતા અને અટલ સરકારમાં તેમનું કદ મોટું માનવામાં આવતું. અટલ બિહારી બાજપેઈ ના નજીકના ગણાતા.
યશવંત સિંહા નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ રાખી ન શક્યા. પ્રધાનમંત્રી મોદીની આર્થિક અને વિદેશ નીતિ નો યશવંત સિંહા વિરોધ કરે છે અને મહત્વની વાત એ છે કે તેમના દીકરા જયંત સિંહા આજે પણ ભાજપના સાંસદ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment