ગુજરાત માં દારૂબંધી હોવા છતાં જાણો કેટલા લોકોને મળે છે દારૂની મંજુરી.

ગુજરાત રાજ્યમાં દારૂની પરમિટ માટે જે આંકડાઓ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે.રાજ્યમાં દારૂ પીવા માટે પરમીટ ની અરજીમાં વધારો થઈ રહ્યો છે.ગુજરાત માં દારૂ પીવા માટે ની પરમીટ ના આંકડાઓ સામે આવ્યા છે.ગુજરાત માં દારૂબંધી હોવા છતાં.

અવારનવાર ગેર કાયદેસર દારૂનો જથ્થો ઝડપાય છે.મહિલા દિવસ નિમિત્તે દારૂબંધી મુદ્દે વિધાન સભા ગૃહ માં મુખ્યમંત્રી રૂપાણી એ મહત્વનું નિવેદન આપ્યું હતું.તેઓએ કહ્યુ હતું કે દારૂ ના વેચાણ ને ગુજરાત માં છૂટ કોઈ પણ કાલે આપવામાં આવશે નહિ.

દારૂ ની છુટ ને કારણે મહિલાઓની સુરક્ષા ખતરામાં આવશે.મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, આજે મહિલાઓ ગુજરાત માં રાત્રે સ્કૂટર લઇને નીકળી શકે છે.તે ગુજરાત માં દારૂબંધી ને કારણે છે.

જો દારૂ ની છુટ્ટી અપાશે તો રાજ્યમાં મહિલા સુરક્ષિત નહિ રહે.બીજી તરફ દારૂ ની પરમીટ માટે જે આંકડાઓ સામે આવ્યા છે.તે ચોંકાવનારા છે. રાજ્યમાં દારૂ પીવા માટે પણ પરમીટ ની અરજીમાં વધારો થઈ રહ્યો છે.

દારૂ ની મંજૂરી માંગતી અરજીઓ 3 વર્ષમાં બમણી થઈ ગઈ છે.વર્ષ 2019-20 માં 3587 અરજીઓને મંજૂરી અપાઈ હતી.વર્ષ 2017-18 માં 1717 અરજીઓને મંજૂરી અપાઈ હતી.સ્વસ્થ્ય ના કારણોસર સૌથી વધુ અરજીઓ કરવામાં આવે છે.

વર્ષ 2019-20 માં 10,189 જૂની મંજૂરીઓ રીન્યુ પણ કરવામાં આવી છે.દારૂના કારણે દિલ્હી જેવા રાજ્યના રેવન્યુ મોટી આવક થાય.ગાંધીજીના ગુજરાતમાં દારૂ પીવા માટે મંજૂરી નથી. સાથે દારૂ માંથી થતી આવક ને પણ જતી કરવામાં આવે છે.

જે સમાજ માટે પણ એક સારી બાબત છે પરંતુ સરકાર દ્વારા કાયદાકીય રીતે જે મંજૂરી આપવામાં આવે છે.તેમાંથી તો સરકાર ને આવક થાય જ છે.દારૂ ની મંજૂરીથી રાજ્ય સરકાર ને ₹19.07 કરોડ ની આવક થઈ છે.છેલ્લા દોઢ વર્ષમાં ₹ 215 કરોડ નો દારૂ ઝડપાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*