આજ રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં ફટાકડા ફોડવા અંગે મહત્વની જાહેરાત કરી હતી. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાના મુદ્દે રાજ્ય સરકાર પાસે NGT એ માંગેલા જવાબ અંગે જણાવતા નીતિન પટેલે જણાવ્યું કે, ગ્રીન ટ્રીબ્યુનલ ગુજરાત સરકાર પાસે માહિતી માંગી છે. રાજ્યમાં આ વખતે દિવાળી તહેવારમાં ફટાકડા ફોડાશે કે નહીં તે માટે રાજ્યની દરેક જનતાના મનમાં પ્રશ્ન ઉદભવી રહ્યો છે.
પર્યાવરણ અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. આ ઉપરાંત નીતિન પટેલે જણાવ્યું કે NGT ના નિર્ણયમાં મોડું થશે તો સરકાર નિર્ણય કરશે અને ફટાકડા પર પ્રતિબંધ પર હાલ કોઇ વિચારણા ચાલી રહી નથી.
ગુજરાતમાં પ્રદૂષણ મામલે દિલ્હી જેટલી ગંભીર પરિસ્થિતિ નથી અને ગુજરાતની સરખામણીએ દિલ્હી વધુ પ્રદુષિત શહેર છે. ગુજરાતમાં દિલ્હી જેટલી ગંભીર પરિસ્થિતિ નથી.
તેવું નીતિન પટેલે જણાવ્યું હતું. વિજય રૂપાણી અને નીતિન પટેલે બંને ફટાકડા પર પ્રતિબંધનો નિવેદન આપ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment