પેટાચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ પાર્ટી નેતાઓનો સર્વે કહે છે કે કોંગ્રેસને આ બેઠક પર મળી શકે છે જીત.

Published on: 9:06 pm, Fri, 6 November 20

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીના મતદાન પૂર્ણ થઇ ગયું છે. રાજ્યના 8 બેઠકો પૈકી 70 ટકા કરતાં વધુ મતદાન થયું છે તેવી બે બેઠકો ડાંગ અને કપરાડા છે. ભાજપે કોંગ્રેસના પાંચ આયાતી ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા. આ વખતે મતદાન વધારે હોવાથી એ કળી શકાતું નથી કે કઈ પાર્ટીના ઉમેદવારને વિજય મળવાનો છે પરંતુ બંને પાર્ટીના નેતાઓ અલગ અલગ દાવાઓ કરી રહ્યા છે.

10મી નવેમ્બરે જ્યારે સાથે બેઠકનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ નું બળ મપાઈ જશે.મતદાન પછી જાહેર પાર્ટીના પ્રદેશ નેતાઓએ મતદાનનું એક સર્વે કર્યું છે ત્યારે બાબત સામે આવી છે કે આઠ પૈકી 4 બેઠકોમાં કાંટે કી ટક્કર છે, જયારે બે બેઠકમાં ભાજપ અને બે બેઠકમાં કોંગ્રેસને વિજયની શક્યતા છે.

ભાજપનેજે બેઠકોમાં સૌથી વધુ વિશ્વાસ છે તેમાં કપરાડા અને ડાંગ બેઠકનો સમાવેશ થાય છે. આ સર્વે બાદ ભાજપ માટે ખુબ જ આકરા પાણી છે ખૂબ જ ખરાબ સમાચાર છે.

કોંગ્રેસને આશા છે કે ધારી અને લીંબડી ઉપરાંત ગઢડા બેઠકમાં કોંગ્રેસ ને વિજય મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટાચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ પાર્ટી નેતાઓનો સર્વે કહે છે કે કોંગ્રેસને આ બેઠક પર મળી શકે છે જીત."

Leave a comment

Your email address will not be published.


*