આજે ગુજરાતના ઘણા જિલ્લામાં મેઘરાજાની આગમન થઈ ચૂક્યું છે, તો કેટલાક જિલ્લામાં હજુ મેઘરાજા વરસ્યા નથી. ત્યારે આપણે સૌ પરિચિત છે કે હજુ તો ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ નથી કરી તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના એક ખેડૂતે અનોખો ઇતિહાસ રચ્યો છે. પોતાની કોઠાસૂઝ વાપરીને કપાસની વાવણી કરી હતી જેનું તેને પહેલું ઉત્પાદન પણ મળી ચૂક્યું છે.
આ ખેડૂતે વૈજ્ઞાનિકોને પણ અચરજ પમાડે તેવો પ્રયોગ કરી અભણ ખેડૂતો એ કોઠાસૂઝનો નમૂનો બતાવ્યો છે અને હાલ તો આ ખેડૂતને પ્રથમ ફાલની પણ કરી લીધી છે, ત્યારે વાત કરીશું તો ખેડૂતે 15 કપાસ મળના રૂપિયા 5101ના ભાવે વેચ્યો હતો. આજે તેણે સમગ્ર ઝાલાવાડ પંથકના ખેડૂતોને કમાલ કરી દેખાડી છે.
ખેડૂત વિશે વિસ્તૃતમાં વાત કરીશ તો ધાંગધ્રા તાલુકાના નરાળી ગામના પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત એવા નવઘણભાઈ હેમુભાઈ ઠાકોર કે જેમણે કઇક નવું કરી બતાવવાના ઉદ્દેશ્યથી 22 ફેબ્રુઆરી 2020 ના રોજ 5 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું.જેમાં તેણે પોતાની કોઠાસૂઝ વાપરીને વાવણી કરી હતી અને પ્રથમ વીણી માં ઉતરેલી 11 પણ જેટલો કપાસ કે જેનો તેને ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા 5101 ના ભાવે વેચ્યો.
ત્યારે આ નવઘણભાઈ એ કૃષિ વૈજ્ઞાનિકો માથું ખંજવાળતા રહી જાય તેવી કમાલ કરી બતાવી છે.હાલ તો નવઘણભાઈએ આ પ્રથમ વીણીમાંથી 11 મણ કપાસ ઉતરતા તેને ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ મુરતનો એવો 5101 ના ભાવે કર્યો હતો. ત્યારે પોતાની કોઠાસૂઝથી આવા અવનવો પ્રયોગ કર્યો હોવાથી તેનું તેને સારું પરિણામ મેળવ્યું છે.
એટલું જ નહીં પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો પણ વિચારતા જ રહી જાય એ રીતે તેણે પોતાની કોઠા સૂઝ વાપરી છે જે ખૂબ જ આશ્ચર્યજનની વાત કહેવાય. જ્યારે તેઓ ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં પોતાની કપાસની આવક મેળવવા માટે ગયા હતા. ત્યારે વાત કરીશ તો સીઝન વગરના કપાસની વાવણી કરી તે માટે નવઘણભાઈ હેમુભાઈ ઠાકોરના ખભા સુધી ઊંચો થાય એ રીતે એ લૂમેઝૂમે જમવા બેસી ગયા હશે.
તેમનો આ પહેલો કપાસ હતો કે જેમાં તેણે પોતાની કોઠાસૂસ વાપરી. એટલું જ નહીં પરંતુ આજે ચારેબાજુ નવઘણભાઈના વખાણ થઈ રહ્યાં છે અને આગેવાનો દ્વારા પણ તેને ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment