એક ગેરેજ પર ઉભા રહીને 4 વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની સાથે બન્યું એવું કે – જુઓ ઘટનાનો વીડિયો

Published on: 6:13 pm, Wed, 29 June 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે ખડખડાટ હસી પડશો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક લોકો એક ગેરેજ પર ઊભા રહીને વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન તે લોકો સાથે કંઇક એવું બને છે કે તમે પણ હસી-હસીને ગોટો વળી જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ જમીન પર બેસીને બાઈક રીપેરીંગ કરી રહ્યો છે. ત્યારે ચાર જેટલા લોકો ત્યાં ઉભા રહીને વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન ત્યાં જમીનમાં અચાનક ગાબડું પડી જાય છે. તેથી વાતચીત કરી રહેલા ચાર વ્યક્તિઓ અને બાઈક રીપેરીંગ કરી રહેલો વ્યક્તિ ગાબડાની અંદર પડી જાય છે.

એટલું જ નહીં પરંતુ બહાર પડેલી બાઇક પણ ખાડાની અંદર પડે છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ઘટના ના વાયરલ થયેલા સીસીટીવી ફુટેજમાં જોઈ શકો છો કે, એક વ્યક્તિ બાઈક રીપેરીંગ કરી રહ્યો છે અને ત્યાં પાસે ઊભા રહીને ચાર વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા છે.

વીડિયોમાં જોતા એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિઓએ કાચી જમીન પર ઊભા છે. વજન વધી જતા કાચી જમીનમાં ગાબડું પડી જાય છે. તેથી ત્યાં ઉભેલા ચારેય વ્યક્તિઓને બાઈક રીપેરીંગ કરી રહેલ વ્યક્તિ ખાડાની અંદર પડે છે. છેલ્લે બાકી રહ્યું હતું તો બાઈક પણ તે લોકોની માથે પડે છે.

આ ઘટનાનો વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ઘણા લોકો ચોકી ઉઠ્યા છે અને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક ગેરેજ પર ઉભા રહીને 4 વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની સાથે બન્યું એવું કે – જુઓ ઘટનાનો વીડિયો"

Leave a comment

Your email address will not be published.


*