પિતાના મૃત્યુ બાદ જ્યારે દીકરીના લગ્ન થયા, ત્યારે પરિવારે લગ્નમંડપમાં પિતાનું પૂતળું મૂક્યું – પિતાના પૂતળાને જોઈને દીકરી ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી…

Published on: 6:53 pm, Wed, 29 June 22

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક પિતા અને દીકરી વચ્ચેનો અમર સંબંધ. એવામાં આપણે સૌ જાણીએ છીએ કે આજે આ દુનિયામાં બધું જ સ્વાર્થ પર ટકેલું છે.પરંતુ માત્ર બાપ દીકરીનો સંબંધ જ પ્રેમ પર ટકેલો છે. આજે આ શબ્દોની અનુભૂતિ કરાવતો એ ઇમોશનલ વિડીયો કે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જે જોઈને સૌ કોઈ લોકો ભાવુક થઈ ઉઠ્યા. વાત જાણે એમ છે કે પિતાને ગુમાવ્યા પછી એ પુત્રીના લગ્ન થયા ત્યારે એ દીકરીને પિતાની કમી મહેસૂસ ન થાય તે માટે પરિવારે મંડપમાં પિતાનું પૂતળું મૂક્યો. એ જોતાની સાથે જ દીકરી ભાવુક થઈ ઉઠી અને એ પૂતળાંને વળગીને રડવા લાગે.

ત્યારે એ દ્રશ્ય ખૂબ જ રુદન ભર્યા જોવા મળ્યા. અને ભાવુક થયેલી એ દીકરીએ મંડપમાં તેના પિતા ના પૂતળા ને કિસ કરી. જે જોઈને સૌ કોઈ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આજે આપણે સૌ જાણીએ છીએ કે પિતા અને દીકરીનો સંબંધ અમર રહ્યો છે.

ત્યારે અમુક એવી દીકરીઓ હોય છે કે જેને તેના પિતાનો પ્રેમ મળતો જ નથી. એવામાં તમે આ વિડીયો જોશો તો તેમાં એ દીકરી પોતાના પિતાના પૂતળાને જોઈને ભાવ થઈ ગઈ અને ત્યાં જ રડી પડી હતી, ત્યારે એ જોઈને લગ્નમાં આવેલા બધા જ સંબંધીઓની આંખમાં આંસુ આવી ગયા હતા.

પરિવારે દીકરીના પિતાનું પૂતળું મંડપમાં લાવ્યા ત્યારે એ દીકરી તેના પિતાને જોઈને ભાવુક થઈ ઉઠી અને પિતાના પૂતળાને કિસ કરી. એટલું જ નહીં પરંતુ એ પરિવારના સભ્યોએ પૂતળાની સાથે ફેમિલી ફોટો પણ ક્લિક કરાવ્યો. એ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ અનોખો મામલો તમિલનાડુના કલાકુચી જિલ્લાના થનાકાંનંદન ગામનો છે કે જ્યાં માર્ચમાં 56 વર્ષના પિતાનું કોરોના ને કારણે મૃત્યુ થયું હતું.ત્યારબાદ એ દીકરીના લગ્ન ધામધૂમથી કરવા માગતા હોવાથી તેના પિતાની તેને કમી ન રહે તે માટે પરિવારે દીકરી માટે સુંદર ગિફ્ટનું પ્લાનિંગ કર્યું.જે જોઈને દીકરી પણ ભાવુક થઈ ઊઠી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાના મૃત્યુ બાદ જ્યારે દીકરીના લગ્ન થયા, ત્યારે પરિવારે લગ્નમંડપમાં પિતાનું પૂતળું મૂક્યું – પિતાના પૂતળાને જોઈને દીકરી ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી…"

Leave a comment

Your email address will not be published.


*