આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં બાદ તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. આપ પાર્ટીએ ગુજરાત આગામી વિધાનસભા ચૂંટણીઓની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં 27 બેઠક બોલાવી ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે તેઓ ઉભરી આવ્યા છે.જૂનાગઢ શહેરમાં આમ આદમી પાર્ટીએ ભાજપ માં ભંગાણ કર્યું છે.જૂનાગઢ શહેર ના ભાજપ ના યુવા પ્રમુખ ચેતનભાઈ ગજેરા.
તેમજ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી વિજય ભાઈ ચાવડા એ આમ આદમી પાર્ટીનો સાથેનો સાથ પકડ્યો છે.ભાજપના ગઢ માં જ આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે.
30 માર્ચે સાંજે ભાજપના યુવા પ્રમુખ ચેતનભાઇ ગજેરાએ ભાજપ પાર્ટી માટે રાજીનામું આપી દીધું હતું ત્યારે કેવો વિધિવત રીતે ભાજપમાં સાથ મૂકીને આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે.
ગઈકાલે ગોપાલ ઇટાલિયા ના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો જેમાં જૂનાગઢ શહેર ભાજપ યુવા પ્રમુખ આદરણીય શ્રી ચેતનભાઈ ગજેરા અને ભાજપ અનુસૂચિત જતી.
મોરચા મંહામંત્રી વિજય ચાવડા આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.ત્યારે ગુજરાત આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ બંને મહાનુભાવો નું આપ માં સ્વાગત કર્યું છે.
તેઓ એ પોતાના ફેસબુક માં પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, સ ઈમાનદાર કાર્યકર્તાઓ એક પ્લેટફોર્મ પર આવીને ગુજરાતમાં પરિવર્તન ની લડાઈ લડે એવી જ અભ્યર્થના.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment