અમદાવાદ એરપોર્ટ પર જતા લોકો માટે આવ્યા ખૂબ જ મહત્વના સમાચાર.

201

અમદાવાદ એરપોર્ટ જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આજરોજ પાર્કિંગ ચાર્જ ખૂબ જ મોંઘું થયું છે અને અમદાવાદ એરપોર્ટ પર અદાણીએ કાર પાર્કિંગ ચાર્જ માં વધારો કર્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર સ્વજનોને લેવા મૂકવા જઇ રહ્યા છો તો ચેતી જજો કેમકે પાર્કિંગ કરવા માટે તમારે બમણો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે.

અમદાવાદ શહેરમાં આજથી જો તમે ટેક્સી ભાડે કરવા માંગો છો તો આજથી તેના પાર્કિંગ કરવા માટે ડબલ ચાર્જ ચૂકવવો પડશે. જેના લીધે હવે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ કરવું મોંઘુ પડશે.

30 મિનિટ માટે કાર પાર્કિંગ ના 90 રૂપિયા ચૂકવવા પડશે અને અગાઉ બે કલાકના કાર પાર્કિંગ ચાર્જ 80 રૂપિયા હતો. બાઈક માટે 30 રૂપિયા ચૂકવવા પડશે.

આજથી એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ વધુ લેવાનું શરૂ કરવામાં આવશે. પાર્કિંગ ચાર્જ વધતા એરપોર્ટ જતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે.

અમદાવાદ એરપોર્ટ પર 30 મિનિટ માટે મિની બસના 300 રૂપિયા ચૂકવવા પડશે. પ્રાઇવેટ કારના 90 રૂપિયા અને કોમર્શિયલ કારના 900 રૂપિયા 30 મિનિટના ચૂકવવા પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!