મિત્રો સોનાના ભાવમાં આજે થયો મોટો ફેરફાર, જાણો આજના સોના ચાંદી ના લેટેસ્ટ ભાવ.

182

અમેરિકામાં બે ટ્રિલિયન ડોલરના સ્ટિમુયલસ પેકેજની ધારણા વધવાથી મોંઘવારી વધવાની ચિંતા વધી ગઈ છે. સોનામાં ફરી વખાણ આવી રહ્યું છે અને આ જ કારણે ગુરુવારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

તેની અસર ઘરેલું બજાર પર પણ જોવા મળી છે. એમસેક્સ પર સોનું 0.11 ટકા ઉછળીને 44984 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીમાં 0.31 ટકાનો ઘટાડો આવ્યો અને તે ઘટીને 63617 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઉપર જેની અસર જોવા મળી રહી છે તેમાં અમેરિકાની અર્થવ્યવસ્થામાં સ્ટિમયુલસ પેકેજ ની વધતી આશા.

અને કોરોના રસીકરણની ગતિ,બોન્ડ યિલ્ડ માં ઉછાળો અને ગોલ્ડ ઈટીએફ માં રોકાણ ન આવવું અને ડોલર નબળો પડવાનું સામેલ છે.

દિલ્હી માર્કેટમાં બુધવારે સોનાની કિંમતમાં 49 રૂપિયાનો ઘટાડો થયો હતો અને 43925 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતો.

ચાંદીમાં પણ 331 રૂપિયાનો ઘટાડો આવ્યો અને તે 62441 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ. અમદાવાદમાં હાજરમાં સોનું 43994 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે ગોલ્ડ ફ્યુચર 44637 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પણ વેચાઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!