પાટીદાર સમાજને અલગ-અલગ સંસ્થાઓના વિવાદો વચ્ચે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે કે વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનુ વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખજો અને તે માટે સમાજમાં એકતા જરૂરી છે.
સંગઠન અને એકતા તો દેશમાં માન-સન્માન મળશે.માટે સમાજે જરૂર પડે એકતા બતાવવા પાછી પાની ન કરવી જોઈએ.કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં નવનિર્મિત
માં ઉમિયા ધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી અને આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમને નિવેદન આપ્યું હતું.ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ ખાતે ઉમિયાધામ નું નિર્માણ થઇ રહ્યું છે.
74 હજાર ચોરસ વાર જગ્યા માં રૂપિયા 1500 કરોડના ખર્ચે આ પ્રોજેકટનું ભૂમિપૂજન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.અમદાવાદમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ
હોલ,ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિવિધ વિભાગોનું ઉમિયાધામ ખાતે નિર્માણ થઇ રહ્યું છે.GPSC,UPSC જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment