જમાત એ ઇસ્લામી હિન્દ ના અધ્યક્ષ સૈયદ સદાતુલ્લાહ હુસેનીએ કહ્યુ, અમે હવે સરકાર પાસે સીએએ – એનઆરસી જેવા અન્ય કાયદાઓ પર પણ વિચાર કરવાનો આગ્રહ રાખીએ છીએ.અમને ખુશી છે કે વડાપ્રધાને આખરે ખેડૂતોની માંગને માની લીધી છે.
બીજી તરફ જમિયત ઉલમાં એ હિંદના પ્રમુખ અસરદ મદનીએ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું, સીએએ સામે થયેલા આંદોલનને ખેડૂતોને કાયદાની સામે વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.સિએએ કાયદો પણ પાછો લેવાવો જોઈએ.
કૃષિ કાયદાઓને રદ કરવાના નિર્ણય પર ઘણાં લોકો એ વાંધા દર્શાવ્યા છે. જાણકારોનું માનવું છે કે તેનાથી કૃષિ સંશોધનને મોટો ઝટકો લાગશે. એવું પણ કહેવામાં આવતું હતું કે જો વિરોધ પ્રદર્શનના કારણે કોઇ કાયદો પાછો લઈ લેવામાં આવે તો વિરોધના સૂર બીજા કાયદાઓ માટે સાંભળવા મળશે.
હવે દેખાઈ રહ્યું છે કે કૃષિ કાયદા બાદ હવે મુસ્લિમ નેતા સીએએ ને પાછું લેવાની માંગ કરી રહ્યા છે.એવામાં તો સંસદમાં કાયદો બનાવવા નો કોઈ અર્થ રહેશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!