ધનતેરસ પહેલા સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકાર 25 ઓક્ટોબરથી પાંચ દિવસ માટે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ નો મોકો આપી રહુ છે.તેમાં રોકાણકાર પર દર વર્ષે 2.50 ટકા ચોક્કસ વ્યાજ મળે છે અને તેમાં મેકિંગ ચાર્જ પણ નથી આપવું પડતું.વ્યાજ ના પૈસા દર મહિને રોકાણકારોના ખાતામાં પહોંચી જાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે એક વર્ષમાં સોનામાં મોટો ઘટાડો થયો છે. સરકારે પણ સોવરેન ગોલ્ડ બોન્ડ ની સાતમી સિરીઝ માટે કિમંત 4765 રૂપિયા પ્રતિ એક ગ્રામ નક્કી કરી છે. ગયા વર્ષે ધનતેરસ થી 412 રૂપિયા સસ્તુ છે.આ રીતે જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાના છો તમને 4120 રૂપિયા લાભ થઈ શકે છે.
ઓનલાઇન ખરીદવા અને ડિજિટલ ચુકવણી પર પ્રતિ ગામ 50 રૂપિયા છુટ મળશે.ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.હાલ વૈશ્વિક માહોલમાં પીળી ધાતુ માં રોકાણ કરવા માટે સારો સમય છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોંઘવારીને લઈને ચિંતા દર્શાવવામાં આવી રહી છે.ડોલર સૂચકાંક પણ તેજી નથી આવી રહી અને ફૂડ ઓઈલ ના ભાવ સતત વધી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment