ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો

Published on: 11:57 am, Mon, 25 October 21

ગુજરાત કોંગ્રેસ ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે ગુજરાત પ્રદેશ પ્રમુખ નું નામ જાહેર થઈ શકે છે. મહત્વનું છે કે ઘણા સમયથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નું કોકડું ગૂંચવાયેલું છે. જેને લઈને દિલ્હી ખાતે કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક મળી હતી.

જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ એ પણ હાજરી આપી હતી.દિલ્હીમાં ચાલેલા મહામંથન બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મોટા નેતાઓ તેમજ ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. હજુ સુધી ગુજરાત પ્રદેશ પ્રમુખની કમાન કોને સોંપવામાં આવશે તેને લઇને અનેક અટકળો તેજ થઇ ગઇ છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ પોતાની છબી સુધારવાના પ્રયાસમાં છે અને એક બાદ એક પછડાટ મળ્યા બાદ કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે દિલ્હીમાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટેની ચર્ચા બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મળી શકે છે તેવું મનાઇ રહ્યું છે, ગઈ કાલે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટે હાર્દિક પટેલ નું નામ આગળ આવ્યું છે પરંતુ હાર્દિક પટેલ અધ્યક્ષ પદ માટે પોતે દાવેદાર હોવાનો ઇનકાર કરી લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!