હાલ તાજેતરમાં જ લેવાયેલી એ જી.પી.એસ.સી ની પરીક્ષામાં ઘણા લોકોએ ઝળહળતી સફળતા મેળવી છે.તો ઘણા લોકોએ હાર પણ માની લીધી હતી.તેવામાં આજે અમે તમને એક મહિલા વિશે વાત કરવા જઈએ છીએ કે જે નિષ્ફળતાથી હારવાના બદલે તેને પગથિયા બનાવીને આગળ વધી રહ્યા હતા. આ મહિલાનું નામ શાંતીબેન કે જેમણે ગુજરાત જાહેર સેવા આયોગની જીપીએસસી દ્વારા લેવાયેલી વર્ગ- 1-2ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે.
આ મહિલાનું નામ શાંતીબેન છે કે જેઓ ચોબારી આહીર સમાજમાંથી આવે છે અને તેઓ દિવ્યાંગ છે. છતાં પણ શાંતિ બેને ધોરણ 1 થી 5 સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવીને ત્યારબાદ ધોરણ 6 થી 12નો અભ્યાસ માધાપર એ પૂર્ણ કર્યો હતો. શાંતીબેન અભ્યાસમાં હોશિયાર હોવાથી તેમણે સ્થાનિક સુધીનો અભ્યાસ પણ ભુજમાં જ કર્યો હતો.
ત્યારબાદ સ્નાતકના બીજા વર્ષના અભ્યાસ દરમ્યાન તેમણે તલાટીની પરીક્ષાની તૈયારીઓ કરવા લાગ્યા હતા. શાંતીબેન વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો તેમણે કારકિર્દીમાં વધુ આગળ જવા માટે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી હતી. એવામાં તેમની epfઓ માં પણ પસંદગી થઇ હતી. તેઓ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હતા.
એવામાં તેમણે જી.પી.એસ.સી ની પરીક્ષા માં પ્રથમ પ્રયત્નમાં મામલતદાર તરીકે પસંદ થવાના જ હતા. પરંતુ 12 માર્ક્સ ઓછા પડયા હોવાથી તેઓ ચૂકી ગયા હતા. છતાં પણ તેમણે હાર માની નહોતી અને ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ માં પસંદગી માટે પણ પરીક્ષા આપી હતી. તેમાં પણ તેઓ 8 માર્ક્સ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા છતાં પણ તેઓ મક્કમ ગતિએ આગળ વધવાનું ચાલું જ રાખ્યું હતું.
શાંતીબેન નું કહેવું છે કે પેન્શનર, ઔદ્યોગિક કર્મચારીઓ તથા ઉદ્યોગ કર્તાઓ નોકરી દાતાઓ સાથેના સતત સંપર્કના કારણે ઔદ્યોગિક કર્મચારીઓના પ્રશ્નો, તેમના પરિવારની સ્થિતિ સમસ્યાઓ અને એક સભ્યનું અવસાન બાદ પરિવારની મનોસ્થિતિ વૃદ્ધ પેન્શન મૂંઝવણો સમગ્ર મુશ્કેલી જાણીને ઉકેલ લાવવાની તક પણ ભગવાને તેમને આપી હતી.
જ્યારે પણ આવી સ્પર્ધાત્મક કે પછી ગમે તે પરીક્ષાઓમાં નિષ્ફળતા મળે ત્યારે હારી ન જવાથી તેમનો સામનો કરવામાં મક્કમ રહેવું જોઇએ, ત્યારે શાંતિ બહેને યુવાઓને સંદેશો આપતા કહ્યું છે કે પોતાની ક્ષમતાને ઓળખીને નિયત ધ્યેય પ્રાપ્ત કરવા સખત મહેનત કરતા રહો તેનું પરિણામ તમને અવશ્ય મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment