નદીમાં ન્હાવાની મજા બની ગઈ મોતની સજા..! માતા-પિતાની નજર સામે બંને દીકરાઓ યમુના નદીમાં ડૂબી ગયા… પિતા દીકરાઓને બચાવવા માટે દોડ્યા પરંતુ ત્યાં સુધીમાં તો…

હાલમાં બનેલી એક જ દુઃખદ ઘટના સામે આવી રહી છે. મિત્રો હાલમાં ભુક્કા બોલાવતી ગરમી પડી રહે છે, આવી પરિસ્થિતિમાં લોકો ગરમી માંથી રાહત મેળવવા માટે દરિયા કિનારે, નદી કાંઠે, તળાવ, કેનાલમાં નાહવા માટે જતા હોય છે. પરંતુ અમુક વખત આવી જગ્યાએ નાહવાની મોજ મોતની સજા બની જતી હોય છે.

ત્યારે હાલમાં બે સગા ભાઈઓ સાથે કંઈક એવું જ બન્યું છે. આ ઘટનામાં યમુના નદીમાં ડૂબી ડૂબી જવાના કારણે બંનેના મોત થયા છે. એક જ સાથે પરિવારના બે કુળદીપકના મોત થતા પરિવાર ભાંગી પડ્યો છે. આ ઘટના હરિયાણાના કરનાલ માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ પરિવાર સાથે ફરવા માટે ગયા હતા.

આ દરમિયાન તે બંને યમુના નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે બંને પાણીમાં ડૂબા લાગ્યા હતા. બાળકોના પિતાએ બંનેને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ પોતાના દીકરાઓને બચાવી શક્યા નહીં. હાલમાં બંનેની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ બની હતી. મેજર સિંહ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે મેંગ્લોર નજીક યમુના નદીએ પહોંચ્યા હતા.

અહીં માતા પિતા અને તેમની નાની દીકરી પુલ ઉપર ઉભા હતા. આ દરમિયાન મેજર સિંહનો 18 વર્ષનો દીકરો સાગર અને 15 વર્ષનો દીકરો સુશાંત યમુના નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. યમુના નદીમાં ઊંડાઈ ઘણી વધારે હતી. જેના કારણે બંને ભાઈઓ જેવા એમના નદીમાં ઉતર્યા તેવા જ ઊંડા ખાડામાં પડી ગયા હતા. પછી બંને ભાઈ બહાર આવી શક્યા નહીં.

પોતાના દીકરાઓને ડૂબતા જોઈને પિતાએ તેમને બચાવવા માટે દોડ લગાવી હતી. પિતા દીકરાઓને બચાવે ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા આસપાસના ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં બંને ભાઈની શોધખોળ ચાલી રહે છે. હજુ સુધી બંનેના મૃતદેહ મળ્યા નથી. સમગ્ર ઘટનાની માહિતી મળી આવાજ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*