દિવાળી બાદ જો તમને બેંકો ને લગતું કોઈ પણ કામ છે તો એક વાત ચેક કરી લેજો આ લિસ્ટ નહિતર ખાવો પડશે તમારે ધક્કો. 15 નવેમ્બર રવિવાર હોવાના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ હતી અને આ ઉપરાંત 16 નવેમ્બર પણ બેંકો બંધ રહેશે કારણકે આ દિવસે ભાઈ બીજ છે.દિવાળી બાદ સતત બે દિવસ સુધી બેંકો બંધ રહેશે.આ મહિનામાં ઘણા તહેવારો છે.
જેના કારણે બેંકોમાં રજાઓ પણ વધારે છે.20 અને 21 નવેમ્બર છઠ્ઠ ના કારણે બિહાર અને ઝારખંડ માં બેંકો બંધ રહેશે અને આ ઉપરાંત 22 નવેમ્બરે રવિવાર હોવાના કારણે તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.આપણે જણાવી દઈએ કે, 28 નવેમ્બરના રોજ ચોથો શનિવાર છે.
જેના કારણે દેશભરની બેંકોમાં કામકાજ નહીં થાય. ચોથા શનિવારે બેંક માટે સાપ્તાહિક રજા હોય છે. બીજી તરફ 29 નવેમ્બરના દિવસે રવિવાર હોવાથી.
તમામ બેંકો બંધ રહેશે ત્યારબાદ 30 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને કાર્તિક પૂર્ણિમા હોવાથી બેંકો બંધ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment