મહત્વના સમાચાર : સુરત શહેરમાં 4 કરતાં વધારે વ્યક્તિઓના ભેગા થવા પર લગાવ્યો પ્રતિબંધ,જાણો કેમ?

સુરત પોલીસે જણાવ્યું કે સુરત શહેરમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને જાહેરમાં શાંતિ અને સલાહ જળવાઇ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના પોલીસ કમિશનરે

જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પોલીસ કમિશનર વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ચાર કરતાં વધારે માણસોને ભેગા થવા ઉપર અથવા કોઈ સભા ભરવી કે બોલાવી કે કોઈપણ જાતના સભા સરઘસ

કાઢવા ઉપર 13/11/2021 થી 27/11/2021 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.શહેરના પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરના કાર્યક્ષેત્રમાં આવતી તમામ સરકારી કચેરીઓ, તમામ

પોલીસ સ્ટેશન તેમજ જ્યાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તો એવી તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલ હોય તેવા વ્યાજબી કામ સબબ

આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ કે વ્યક્તિઓની ટોળી કચેરી માં આવતી જાહેર જનતા,અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટિયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા વ્યક્તિઓ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*