ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે જબરદસ્ત ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 5 મહિલાઓ સહિત 10 લોકોના મૃત્યુ…

Published on: 10:35 am, Fri, 12 November 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આસામમાં ગુરૂવારના રોજ સવારે બનેલા એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ આસામમાં સવારે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત કરીમગજ જિલ્લાના પાથરખેડીમાં થયો હતો. મળતી માહિતી અનુસાર અહીં એક ફૂલ સ્પીડમાં આવતા એક ટ્રકે ઓટોરીક્ષાને ટક્કર લગાવી હતી. અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર રિક્ષામાં સવાર લોકો છઠ પૂજાથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ ખુબ વિરોધ કર્યો અને ત્રિપુરા રોડ પણ બંધ કરાવી દીધો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા લોકો ચાના બગીચામાં કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 5 મહિલાઓ, 3 પુરુષો અને 2 બાળકોના મૃત્યુ થયા છે.

અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ઓટોમાં સવાર લોકો છઠ પૂજા કરીને પોતાના ઘર તરફ પરત આવી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને આસામના મુખ્ય મંત્રીએ પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

આ ઉપરાંત અન્ય ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે થતા ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!