દેશને કોરોનાવાયરસ ના સંક્રમણ થી બચાવવા પ્રધાનમંત્રી મોદીએ જાહેર કરેલા લોકડાઉન ના એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે પરંતુ દેશમાં કોરોના ની સ્થિતિ સુધારવાનું નામ નથી લઈ રહ્યુ.153 દિવસ બાદ પ્રથમ વખત 53 હજારથી પણ વધારે કોરોના ના કેસો સામે આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 53 હજાર થી વધુ કેસો નોંધાયા હતા અને 251 લોકોના જીવ ગયા હતા જોકે 26409 લોકો કોરોના થી થયા છે અને આ પેહલા 23 ઓક્ટોમ્બર 2020 ના રોજ 53,370 કોરોના કેસો નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના મરાઠાવાડા ના પરભાની વિસ્તારમાં 24 માર્ચ થી 31 માર્ચ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
અને આ ઉપરાંત નાંદેડ માં 25 માર્ચ થી 4 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યો છે અને ઓરંગાબાદમાં ચાર એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. પંજાબમાં પણ કોરોનાવાયરસ ના કેસો વધવાના કારણે સરકાર દ્વારા આકરાં નિયંત્રણોનો મૂકવામાં આવ્યા છે.
ત્યાં લગ્ન અને અગ્નિ સંસ્કાર માં માત્ર 20 લોકોને પરવાનગી આપવામાં આવી છે. 31 માર્ચ સુધી નર્સિંગ અને મેડિકલ કોલેજ સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મધ્ય પ્રદેશ રાજ્યમાં ભોપાલ,ઈન્દોર અને જબલપુર બાદ હવે રતલામ, બેતુલ, ખારગાવમાં પણ રવિવારના રોજ લોકડાઉન રહેશે.
રાજ્યમાં આગામી તહેવારો માં ભેગા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં રાત્રિના સમયમાં ગયા અઠવાડિયે બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં અજમેર, જયપુર, સરા કેર, ભીલ્વારા, જોધપુર, કોટા, ઉદયપુર માં 22 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું અને આ ઉપરાંત મોટા શહેરોમાં 10:00 પછી તમામ બજારો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment