બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન મંચ પર કાર્યકર દ્વારા આ કામ કરવામાં આવતા પ્રધાનમંત્રી મોદી કાર્યકર ના ચરણસ્પર્શ કરવા ઝૂક્યા, વાયરલ થયો વીડિયો.

126

બંગાળમાં કાથીની ચૂંટણી રેલીમાં ભાજપના એક કાર્યકર પ્રધાનમંત્રી મોદી ના ચરણ સ્પર્શ કરવાની કોશિશ કરી ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ કાર્યકર ને ઝૂકીને પ્રણામ કર્યા હતા. ભાજપના એક કાર્યકરે ચરણસ્પર્શ કરવા પ્રધાનમંત્રી મોદી તરફ આગળ વધ્યા.

પરંતુ અચાનક જ પ્રધાનમંત્રી મોદી ના ધ્યાન માં આ વાત આવી જતાં તેઓ પણ ખુરશી પર ઉતરીને કાર્યકરને ઝૂકીને પ્રણામ કર્યો અને તેમના ચરણસ્પર્શ કર્યા.ભાજપે આ વીડિયો ને શેર કરીને તેને તેઓના સંસ્કાર ગણાવ્યા છે.

અને પાર્ટીના સત્તાવાર હેન્ડલ પર લખાયું કે ભાજપ એક એવું સંસ્કાર સંગઠન છે જ્યાં કાર્યકરોમાં એકબીજા પ્રત્યે સન્માન સંસ્કાર નો ભાવ હોય છે. કાંથીમાં જનસભાને સંબોધિત કરવા પ્રધાનમંત્રી મોદી મંચ પર પહોંચ્યા હતા.

હાજર નેતાઓને લોકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. આ દરમિયાન એક કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદી તરફ હાથ જોડીને આગળ આવ્યા અને બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ ઊભા થઈને.

તેઓને નમસ્કાર કર્યા અને મોદી જેવા બેસવા ગયા કે તરત જ કાર્યકર તેમના ચરણસ્પર્શ કરવા ઝૂક્યા અને મોદી પણ ઉભા થઈને તેના હાથથી ઉભા કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તેમના ચરણસ્પર્શ કરવાના પ્રયત્ન કર્યા હતા.

પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે આ સમયે દરેક રાજ્યમાં રાજકીય પાર્ટી સત્તા પર પહોંચવા માટે મહેનત કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર દેખાઈ રહી છે.

ત્યારે ભાજપ અને ટીએમસી વચ્ચે બરાબરની ટક્કર થઇ રહી છે. આજ સમયે આસામ,કેરલ,તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૂડુંચેરી માં ચૂંટણી થવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!