ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં તો વરસાદનું ટીપું પણ નથી. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસમાં ભારે વરસાદ નું પ્રમાણ ઓછું થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના અનેક પંથકોમાં સામાન્ય વરસાદનું ઝાપટુ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે મહત્વની વાત એ છે કે ગયા વર્ષ કરતાં હજુ પણ રાજ્યમાં આ વર્ષે વરસાદની ઘટ છે.
આ ઉપરાંત હવામાન વિભાગ અને હવામાનની આગાહી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.
આ વર્ષે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સૌથી વધુ વરસાદ ખાબકયો છે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 22.55 ઈંચ વરસાદ પડી ચૂકયો છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ સાથે 36% વરસાદ નોંધાયો છે.
ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધીમાં 14 ઇંચ સાથે મોસમમાં 43 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હજુ પણ 7 ટકા વરસાદ ઓછો નોંધાયો છે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં કચ્છમાં 5.51 ઈચ્છા સાથે મોસમનો 31.61 ટકા વરસાદ નોંધાયો છે, ઉત્તર ગુજરાતમાં 8.70 એ જ સાથે મોસમનો 30.78 ટકા વરસાદ નોંધાયો છે.
પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 22.55 એ જ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!]
Be the first to comment