ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરને રોજ યોજાવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ બંને ધમધોકાર તૈયારીઓ કરી રહી છે. ફરી એક વખત રાજકારણમાં તોડ-જોડ ની નીતિ ચાલુ થઈ છે.આઠ વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ બંને પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.જોકે કોંગ્રેસ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે.
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાયા એટલે કે પક્ષ પલટો કરે તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે. કોંગ્રેસમાંથી જયંતિ જેરાજ ને ટીકીટ મળતા કિશોરભાઈ નારાજ હોવાના સંકેતો મળી રહ્યા છે. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે કિશોર ચીખલીયા જોડાય તેવી શક્યતાઓ છે.
કિશોર ચીખલીયા પર એસીબી માં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટે ભાજપે કમેન્ટ કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે,કિશોર ચીખલીયા ભાજપમાં જોડાય.
તેવી કોઈ પણ સત્તાવાર જાહેરાત થઇ નથી. આગામી સમયમાં જોવાનું રહેશે કે કિશોર ચીખલીયા પક્ષપલટો કરે છે કે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment