કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર : 1 કિલો કેરીનો ભાવ સાંભળીને કેરી ખાવાનું નામ નહિ લ્યો…

Published on: 12:10 pm, Tue, 12 April 22

ગુજરાતમાં ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેરીના અને લીંબુના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ કારણોસર કેરીનું ઉત્પાદન માત્ર 30 ટકા જ થયું છે. કેરીનું ખૂબ જ ઓછું ઉત્પાદન થવાના કારણે કેરી ખાવા નહીં પરંતુ જોવા પણ નથી મળતી. આ વર્ષે માર્કેટયાર્ડમાં કેરીની આવક ખૂબ જ ઓછી જોવા મળે છે.

કેરીની ઓછી આવક સામે કેરીની વધતી જતી માંગના કારણે કેરીના ભાવ વધી થઈ ગયા છે. અમદાવાદમાં એક કિલો કેસર કેરીનો ભાવ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા ચાલી રહ્યો છે. અમદાવાદમાં રત્નાગીરી હાફૂસ કેરીનો ભાવ 260 રૂપિયાથી લઈને 440 રૂપિયા ચાલી રહ્યો છે.

અમદાવાદમાં કેરળની હાફૂસ કેરીનો ભાવ 190 રૂપિયાથી લઈને 250 રૂપિયા ચાલી રહ્યો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં કેરીના ભાવ આસમાની સપાટીએ હોવાના કારણે સામાન્ય જનતાએ કેરી ખાવાનું ટાળવું છે. ઉપરાંત ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીની સીઝન પણ ખૂબ જ મોડી જોવા મળી રહે છે.

અલગ-અલગ કેરીની હોલસેલ અને છૂટક ભાવની વાત કરીએ તો 1 કિલો ગોલાપુરી કેરીનો હોલસેલનો ભાવ 60 થી 70 રૂપિયા અને છૂટક ભાવ 75 થી 90 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો તોતાપુરી કેરીનો હોલસેલનો ભાવ 70 થી 80 રૂપિયા અને છૂટક ભાવ 90 થી 100 રૂપિયા ચાલી રહ્યો છે.

1 કિલો સુંદરી કેરીનો હોલસેલનો ભાવ 80 થી 100 રૂપિયા અને છૂટક ભાવ 100 થી 125 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો પાયરી કેરીનો હોલસેલનો ભાવ 80 થી 100 રૂપિયા અને છૂટક ભાવ 100 થી 130 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો હાફૂસ કેરીનો હોલસેલનો ભાવ 150 થી 200 રૂપિયા અને છૂટક ભાવ 190 થી 250 રૂપિયા ચાલી રહ્યો છે.

1 કિલો રત્નાગીરી હાફૂસ કેરીનો હોલસેલનો ભાવ 200 થી 350 રૂપિયા અને છૂટક ભાવ 260 થી 440 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો બદામ કેરીનો હોલસેલનો ભાવ 80 થી 100 રૂપિયા અને છૂટક ભાવ 100 થી 125 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો કેસર કેરીનો હોલસેલનો ભાવ 80 થી 120 અને છૂટક ભાવ 100 થી 150 રૂપિયા ચાલી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર : 1 કિલો કેરીનો ભાવ સાંભળીને કેરી ખાવાનું નામ નહિ લ્યો…"

Leave a comment

Your email address will not be published.


*