ખેડૂતો માટે માઠા સમાચાર : ડુંગળીના ભાવમાં થયો આટલો ઘટાડો કે, ખેડૂતોને ખૂબ જ મોટી નુકશાની વેઠવી પડશે…

Published on: 11:45 am, Sat, 26 March 22

આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો પાક નું વાવેતર કરીને મોટા પ્રમાણમાં આવક મેળવે છે ત્યારે અમુક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે ખેડૂતને ધાર્યા કરતા ઓછી આવક પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે ભાવનગર જિલ્લાની વાત કરીશું કે જ્યાં ડુંગળીના પાકમાં ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ભાવનગર જિલ્લામાં ફક્ત બે જ માર્કેટિંગ યાર્ડ આવેલા છે.

એક ભાવનગરમાં અને એક મહુવા ખાતે ત્યારે દરેક ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આ બે યાર્ડ ખાતે આવે છે. જ્યાં ખેડૂતોને 250 થી 300 રૂપિયે પડતર થતી ડુંગળી 60 થી 70 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે ત્યારે ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે ખેડૂતોને એમના વળતરની યોગ્ય રકમ ચૂકવવામાં આવે અને ડુંગળીના ભાવ યોગ્ય રીતે નક્કી કરવામાં આવે તે માટે માંગ કરી રહ્યા છે.

ત્યારે ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જે ડુંગળી 250 થી 300 રૂપિયા પર થતી હોય તે ડુંગળીનો ભાવ ૬૦ થી ૭૦ રૂપિયા પ્રતિમણ વેચાઈ તો સ્વાભાવિક છે ખેડૂતોને તેમના વળતરની યોગ્ય રકમ ચૂકવવી જોઇએ.

ડુંગળીના વાવેતર ની વાત કરીએ તો ભાવનગર જીલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે હાલ ચાલુ વર્ષે શિયાળો અને ઉનાળો એમ બંને સિઝનમાં ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું છે અને તેમનો ડુંગળીનો પાક તૈયાર થતા ભાવનગર જિલ્લાના બે યાર્ડ ખાતે વેચવા આવતા હોય છે અને તેઓને તેમની ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળે તો તેમની મહેનત પર પાણી ફરી જાય છે.

અગાઉની સિઝનમાં ખેડૂતોને ડુંગળીના પાકથી ખૂબ સારી એવી આવક પ્રાપ્ત થઇ હતી એટલે કે 10 થી 20 હજાર ગુણી ડુંગળીની આવક થઇ હતી અને સારા એવા ભાવ પણ મળ્યા હતા જ્યારે તેમ છે એમ આવકમાં વધારો થતો ગયો તેમ ડુંગળીના ભાવમાં ઘટાડો થતો જોવા મળે છે અગાઉના ભાવ પ્રમાણે ખેડૂતોને ડુંગળીના ખૂબ સારા એવા એટલે કે ૫૦૦થી ૫૫૦ સુધીના ભાવો મળ્યા હતા પરંતુ હાલ આવકમાં વધારો થતાં ડુંગળીએ ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યા તેમ લાગી રહ્યું છે.

જે યાર્ડ માં 500 થી 550 રૂપિયા પ્રતિમણ ડુંગળી વેચાતી હોય ત્યાં જો 60 થી 70 રૂપિયા પ્રતિમણ વેચાય તો ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થાય છે કેમકે બીપી જે ડુંગળી 250 થી 300 રૂપિયા ઘરમાં પડતર કરે છે એ જ ડુંગળી માટીના ભાવે વેચાઇ રહી છે હાલ તો આ બંને યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. ત્યારે ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવી પડી અને જ્યારે તેઓએ ડુંગળીનું વાવેતર કર્યું હોય તે સમયે બિયારણ પણ મોંઘુ હોય છે.

અને તેઓએ 3000 થી 3500 ના મોંઘા ભાવના બિયારણો ખરીદીને જયારે વાવેતર કર્યું હોય ત્યારે આવી મુશ્કેલીઓ ઉભી થતા ખેડૂતોને રોવાનો વારો આવે છે. ખેડૂતોની વાત કરીએ ત્યારે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે ખાતર ,પાકની માવજત, દવાનો છંટકાવ મજૂરી અને વેચાણ ત્યારબાદ તેને વેચવા માટે યાર્ડ સુધી પહોંચાડવાનો ભાડું આ બધી જ ગણતરી કરતાં ખેડૂતોને 250 થી 300 રૂપિયા પ્રતિ મણના ભાવે ડુંગળી પડે છે.

ત્યારે જો ડુંગળીનું વેચાણ થાય ત્યારે ખેડૂતોને આ ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ના મળતા તેવો ને સંતોષ થતો નથી. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર દ્વારા બીજી જણસી ની જેમ ડુંગળીમાં પણ સારો એવો ભાવ મળી રહે તેવું આયોજન કરવું જોઈએ જેથી ખેડૂતોને વાવેતર કરેલા પાકથી સંતોષ મળે..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે માઠા સમાચાર : ડુંગળીના ભાવમાં થયો આટલો ઘટાડો કે, ખેડૂતોને ખૂબ જ મોટી નુકશાની વેઠવી પડશે…"

Leave a comment

Your email address will not be published.


*