ખેડૂતો માટે માઠા સમાચાર : ડુંગળીની પુષ્કળ આવકની સામે ભાવમાં થયો ઘટાડો – જાણો અલગ-અલગ માર્કેટયાર્ડના ભાવ…

આ વખતે ડુંગળીની પુષ્કળ આવકની સામે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ડુંગળીના ભાવ મળી રહ્યા નથી. દિવસેને દિવસે ડુંગળીના ભાવ નીચે સપાટીએ જતા રહ્યા છે. ડુંગળીનું ઉત્પાદન સારૂ હોવા છતાં પણ ખેડૂતોની ડુંગળીના સારા ભાવ મળતા નથી. મહેસાણા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ ડુંગળીની આવક થાય છે. આ કારણોસર આ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે.

એકસમયે ડુંગળીનો પ્રતિ કિલો રીટેલનો ભાવ 100 રૂપિયા હતો. હાલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. હાલમાં ડુંગળીનો રીટેલ ભાવ 30 રૂપિયા 30 રૂપિયા પ્રતિ કિલો બોલાવી રહ્યો છે. અને હાલમાં ડુંગળીનો હોલસેલ ભાવ 8 રૂપિયા થી 12 રૂપિયા પ્રતિ કિલો બોલાવ્યો છે.

રાજકોટમાં સોમવારે 4500 ક્વિન્ટલ ડુંગળીની આવક થઇ હતી. 20 કિલો ડુંગળીનો ભાવ 45 રૂપિયાથી 210 રૂપિયા જોવા મળ્યો હતો. તો જાણીએ જુદી જુદી માર્કેટ યાર્ડના 20 કિલો ડુંગળીના ભાવ. રાજકોટ માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 210 રૂપિયા અને નીચો ભાવ 45 રૂપિયા નોંધાયો હતો.

ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના 10200 કાર્ટૂનની આવક થઇ હતી. તેનો 20 કિલોનો ભાવ 61 રૂપિયાથી લઈને 251 રૂપિયા હતો. મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 336 રૂપિયા અને નીચો ભાવ 74 રૂપિયા નોંધાયો હતો. ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 345 રૂપિયા અને નીચો ભાવ 100 રૂપિયા નોંધાયો હતો.

ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 251 રૂપિયા અને નીચો ભાવ 61 રૂપિયા નોંધાયો હતો. વિસાવદર માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 96 રૂપિયા અને નીચો ભાવ 40 રૂપિયા નોંધાયો હતો. ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 165 રૂપિયા અને નીચો ભાવ 71 રૂપિયા નોંધાયો હતો.

અમરેલી માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 280 રૂપિયા અને નીચો ભાવ 200 રૂપિયા નોંધાયો હતો. મોરબી માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 400 રૂપિયા અને નીચો ભાવ 100 રૂપિયા નોંધાયો હતો. અમદાવાદ માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 260 રૂપિયા અને નીચો ભાવ 100 રૂપિયા નોંધાયો હતો.

દાહોદ માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 300 રૂપિયા અને નીચો ભાવ 100 રૂપિયા નોંધાયો હતો. વડોદરા માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 360 રૂપિયા અને નીચો ભાવ 100 રૂપિયા નોંધાયો હતો. સુરત માર્કેટયાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ 350 રૂપિયા અને નીચો ભાવ 100 રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*