બાબા વેંગાની વર્ષ 2023ની ભવિષ્યવાણીથી ચારે બાજુ ડરનો માહોલ, આ વર્ષે પૃથ્વી પર ઘણા બધા ફેરફારો થઈ શકે તેવી શક્યતાઓ…

Published on: 12:02 pm, Tue, 11 October 22

બલગરીયામાં જન્મેલા બાબા વેંગા હંમેશા પોતાની કરેલી ભવિષ્યવાણીઓના કારણે ચર્ચામાં રહે છે. બાબા વેંગાના મૃત્યુ પહેલા તેમને ઘણી બધી ભવિષ્યવાણી કરી હતી. જેમાં બાબા વેંગાએ વર્ષ 2023 માટે મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી હતી. ભવિષ્યવાણી કરતા તેમને કહ્યું હતું કે, પૃથ્વીની ભલામણ કક્ષા બદલાશે. બાબા વેંગાએ 111 વર્ષ પહેલા ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી.

જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે અને ઘણી ભવિષ્યવાણીઓ ખોટી પડી છે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2023 માં પૃથ્વીની ભમણ કક્ષા બદલાશે. બાબા વેંગાએ વર્ષ 2023માં સૌથી મોટી ખગોળીય ઘટના બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ પૃથ્વીની ભ્રમણ કક્ષા બદલાણી તો પૃથ્વીમાં અન્ય ઘણા બધા ફેરફાર થઈ શકે છે. હવે 2023માં જોવાનું રહ્યું કે બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી સાચી પડે છે કે ખોટી. આ ઉપરાંત બાબા વેંગાએ પોતાના મૃત્યુ પહેલા ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી. જેમકે 5079માં આ દુનિયાનો અંત આવશે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, 2028 સુધીમાં અવકાશયાત્રીઓ શુક્ર ગ્રહ સુધી પહોંચી શકે છે.

વર્ષ 2046ની ભવિષ્યવાણી કરતા બાબા વેંગાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપ્લાન્ટની મદદથી લોકો 100 વર્ષથી પણ વધુ જીવી શકશે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 5079માં આ વિશ્વનો અંત આવશે. આ ઉપરાંત બાબા વેંગાએ 2022માં ભારતમાં ભૂખમરો આવશે તેવી ભવિષ્ય વાણી પણ કરી હતી.

હવે વર્ષ 2022 પૂર્ણ થવાના માત્ર બે મહિના ઉપર થોડાક દિવસો બાકી છે. શું બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી સાચી પડશે. આ ઉપરાંત બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં સમગ્ર વિશ્વમાં તાપમાનમાં ઘટાડો થશે અને એની સૌથી મોટી અસર ભારત પર જોવા મળશે.

નીચા તાપમાનના કારણે ભારતમાં તિડાનો પ્રકોપમાં વધારો થશે અને ભારતમાં તીડના કારણે પાકને ભારે નુકસાન થઈ શકે છે. પાક નિષ્ફળ જવાના કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જેથી ભારતમાં ભૂખમરો અને દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણીઓની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. કારણકે તેમની કેટલીક ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં ખોટી પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાબા વેંગાની વર્ષ 2023ની ભવિષ્યવાણીથી ચારે બાજુ ડરનો માહોલ, આ વર્ષે પૃથ્વી પર ઘણા બધા ફેરફારો થઈ શકે તેવી શક્યતાઓ…"

Leave a comment

Your email address will not be published.


*