કાકીએ ભત્રીજાને “કિર્તન”માં જવાની ના પાડી, પછી ભત્રીજાએ હથોડીથી કાકીનું માથું ફોડ્યું અને શરીરના 8 ટુકડા કર્યા…હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 5:46 pm, Sat, 17 December 22

હાલમાં બનેલી એક કાળ જો કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક એન્જિનિયર યુવો કે પોતાની સગી કાકીનું હથોડીથી માથું ફોડી નાખ્યું અને તેનો જીવ લઈ લીધો હતો. રસોડામાં કાકીનો જીવ લીધા બાદ ભત્રીજો કાકીના મૃતદેહને બાથરૂમમાં લઈ ગયો હતો. ત્યાર પછી બજારમાંથી માર્બલ કટર લઈ આવ્યો. પછી બાથરૂમમાં કટરની મદદથી પોતાની કાકીના શરીરના આઠ ટુકડા કર્યા હતા અને બેગમાં ભરી દીધા હતા.

પછી તક મળતા જ દિલ્હી-સિકર હાઇવે પર અલગ અલગ જગ્યા પર કાકીના મૃતદેહના ટુકડા ફેંક્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે આ ઘટના 11 ડિસેમ્બરના રોજ જયપુરમાં બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ સરોજ દેવી હતું અને તેની ઉંમર 62 વર્ષની હતી. સરોજ દેવીએ પોતાના જેઠના દીકરા અનુજ શર્માને એક ધાર્મિક કાર્યક્રમમાં જતા રોકિયો હતો. આ વાતનો અનુજને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને તેને પોતાની કાકીનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર ગત શુક્રવારના રોજ સરોજ દેવીની દીકરી પૂજા શર્માએ અને મોનિકાએ પોતાની માતા ગુમ થાય છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અને બંને પોતાના પિતરાઈભાઈ અનુજ શર્મા પર માતાનો જીવ લેવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. કડક પૂછપરછ દરમ્યાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે સાડા દસ વાગ્યાની આસપાસ બની હતી.

આરોપી અર્જુન હરેકૃષ્ણ આંદોલન સાથે જોડાયેલો હતો. આ આંદોલનમાં પોતાની હાજરી આપવા માટે તે દિલ્હી જવાનો હતો, પરંતુ તેના કાકી સરોજ દેવી તેને દિલ્હી જવા માટે રોકે છે, જેથી અનુજને પોતાની કાકી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો. 12 ડિસેમ્બરના રોજ આરોપી અનુજે પૂજા ને ફોન કરીને જણાવ્યું હતું કે, 11 ડિસેમ્બરના રોજ બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કાકી રોટલી આપવા ઘરની બહાર ગયા હતા પછી પાછા ઘરે આવ્યા નથી.

તેમના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઘટનાના સમાચાર મળતા જ મોનિકા તેજ દિવસે તાત્કાલિક ઘરે આવી હતી. 13 ડિસેમ્બરના રોજ મોનિકા ઘરે હતી અને આરોપી અનુજ દિવાલ પર લાગેલા રક્તના ડાઘા સાફ કરી રહ્યો હતો. મોનિકાએ તેને પૂછ્યું તો તે ખૂબ જ ગભરાઈ ગયો. અને કહેવા લાગ્યો કે તેના નાકમાંથી રક્ત નીકળ્યું હતું જે દિવાલ ઉપર લાગી ગયું હતું. જેથી મોનિકાને અનુજ ઉપર શંકા ગઈ હતી અને તેને આ વાતની જાણ પોતાની બહેન પૂજા ને કરી હતી. જેથી પૂજા 15 ડિસેમ્બરના રોજ ઘરે પહોંચે આવી હતી.

મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આરોપી અનુજ લગભગ ત્રણથી ચાર દિવસ સુધી પોતાની કાકીના મૃતદેહના ટુકડા લઈને ફરતો હતો. અનુજે હાઇવે રોડ પર વન વિભાગની ચોકીની પાછળ કાકીના મૃતદેહના ટુકડા ફેંક્યા ત્યારબાદ એક ડોલની મદદથી ટુકડાઓ ઉપર માટી નાખી હતી. ત્યારબાદ કે ડોલ અને બેગ લઈને ઘરે આવી ગયો હતો અને બંને ધોઈ નાખ્યા હતા.

પૂજા અને મોનિકાને બંનેને અનુજ ઉપર શંકા હતી. શુક્રવારના રોજ સાંજે બંને બહેનો પોલીસ સ્ટેશન ગઈ હતી. ત્યાં જઈને કહ્યું હતું કે અનુજ ઉપર તેમને પોતાની માતાનો જીવ લેવાની શંકાઓ છે. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી અને કડક પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાકીએ ભત્રીજાને “કિર્તન”માં જવાની ના પાડી, પછી ભત્રીજાએ હથોડીથી કાકીનું માથું ફોડ્યું અને શરીરના 8 ટુકડા કર્યા…હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*