હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં મિત્રના લગ્નમાં આવેલા સેનાના જવાનને ગોળી વાગી જાય છે. આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. તેથી ત્યાં હાજર લોકો તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જવાનને મૃત જાહેર કર્યો હતો. જવાના મૃત્યુની જાણ થતાં જ લોકો જવાનનું મૃતદેહ ત્યાં જ મુકીને ભાગી જાય છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.
જવાનના મૃત્યુની જાણ તેના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જવાનના પિતાએ વરરાજા વિરુદ્ધ જીવ લેવાની ફરિયાદ આપી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વરરાજા મનીષની ધરપકડ કરી છે. હાલમાં ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ ઘટના સોનભદ્રમાં બની હતી. ઘટના ના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરાજો મનીષ ઘોડા પર સવાર થઈને પિસ્તોલ વળી હવામાં ફાયરિંગ કરી રહ્યો હોય છે. આ દરમિયાન જ્યારે વરરાજા મનીષ પિસ્તોલ આવે છે, ત્યારે ભૂલમાંથી તે પિસ્તોલની ગોળી ચલાવી દે છે.
આ કારણોસર સામે ઉભેલા જવાન બાબુલાલને ગોળી વાગી જાય છે. તેથી જવાન બાબુલાલ ઘટનાસ્થળે ઢળી પડે છે. ત્યારબાદ બાબુલાલને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા મૃતકના પરિવાર હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.
લગ્નમાં વરરાજા પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કરતો હતો, ત્યારે અચાનક થયું એવું કે વરરાજાના મિત્રને ગોળી વાગી ગઈ – જુઓ લાઈવ મૃત્યુનો વિડિયો… pic.twitter.com/8RnNYrldr5
— GUJJU ROCKZ (@gujju_rockz) June 22, 2022
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા સેનાના જવાનને બે નાના બાળકો છે. જવાન બાબુલાલના મૃત્યુના કારણો બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment