એક સાથે 4 લોકોને અર્થે ઊઠી : માતા અંતિમસંસ્કાર વખતે રડતા-રડતા પોતાના દીકરા, વહુ અને બંને માસુમ પૌત્રીઓનું મોઢું જોવાનું કહેતી રહી, પરંતુ કોઈએ મોઢું ન બતાવ્યું…

Published on: 4:45 pm, Tue, 4 October 22

મિત્રો થોડા દિવસ પહેલા એક ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુ થયા હતા. હરદાના ચાંપાનેર રોડ પર રહેતો શુક્લા પરિવાર પૂજા કરવા માટે પોતાના વતન યુપી જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં 40 વર્ષીય મોહિત શુક્લા, તેમની 35 વર્ષીય પત્ની દક્ષા શુક્લા, તેમની 14 વર્ષની દીકરી લાવણ્યા અને 8 વર્ષની દીકરી માન્યાનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતની ઘટના રવિવારના રોજ સાગર નજીક બની હતી. એક જ પરિવારના ચારેય સભ્યોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર સોમવારના રોજ હરદામાં કરવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ચારેય માંથી એકપણનું મૃતદેહ જોઈ શકાય તેમ ન હતું. સોમવારે સવારે 9:00 વાગ્યાની આસપાસ મૃતક મોહિતના પરિવારના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યા હતા.

મૃતદેહની હાલત ખૂબ જ વિકૃત થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં ઘરના સભ્યોને મૃતકોનો ચહેરો પણ દેખાડવામાં આવ્યો ન હતો. મોહિતની વૃદ્ધ માતા શકુંતલા દેવી પોતાના દીકરા-વહુ અને બંને દીકરીઓનો મોઢું જોવાનું કહેતી રહી.પરંતુ મૃતદેહો ની હાલત ખૂબ જ વિકૃત થઈ ગઈ હતી તેથી માતાને મૃતદેહો દેખાડ્યું નહીં.

માતાને પોતાના લાડલા દીકરા નું મોઢું જોયા વિના જ તેને અંતિમ વિદાય આપવી પડી. પતિ-પત્ની અને બે માસુમ દીકરીઓને એક સાથે અર્થી ઉઠતા જ ત્યાં હાજર તમામ લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. સ્મશાન પર મોહિત અને તેની પત્ની દક્ષાના અલગ અલગ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને બંને બહેનોના એક જ ચિતા ઉપર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ ઘટના બનતા જ ચારેય બાજુ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ચારે બાજુ એક અલગ સન્નાટો છવાઈ ગયો હતો. મોહિતના પિતાનું લગભગ દોઢ વર્ષ પહેલાં નિધન થયું હતું. ત્યારે હવે મોહિત તેની પત્ની અને બંને માસુમ દીકરીઓનું મૃત્યુ થતાં માતા શકુંતલા દેવી હવે ઘરમાં એકલી રહી ગઈ.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયેલો છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મોહિતના ગામમાં અષ્ટમી પૂજા રાખવામાં આવી હતી. તેથી મોહિત પોતાના પરિવાર સાથે પૂજામાં હાજરી આપવા માટે પોતાના ગામ આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ઝડપે આવતા એક ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક સાથે 4 લોકોને અર્થે ઊઠી : માતા અંતિમસંસ્કાર વખતે રડતા-રડતા પોતાના દીકરા, વહુ અને બંને માસુમ પૌત્રીઓનું મોઢું જોવાનું કહેતી રહી, પરંતુ કોઈએ મોઢું ન બતાવ્યું…"

Leave a comment

Your email address will not be published.


*