સૌરાષ્ટ્રમાં એક ખૂબ જ દુઃખ દાયક ઘટના બની હતી. ભારતી માહિતી અનુસાર ગીર સોમનાથના વિરોદર ગામે અકસ્માતમાં ચાર બહેનોએ પોતાના એકના એક ભાઈનો જીવ ગુમાવ્યો હતો. જવાન દીકરાનું મૃત્યુ થતા માલધારી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
ત્યારે ભાઈ ના અંતિમ સંસ્કાર દરમ્યાન પરિવારમાં કોઈ પુરુષ ન હોવાથી મૃત્યુ પામેલા યુવાનની અર્થીને તેની 4 બહેનોએ ખંભો આપ્યો હતો. તમારી બહેનોની આ પરિસ્થિતિ જોઈને આખું ગામ ધ્રૂજી ઊઠયું હતું.
આ દૃશ્ય જોઈને અંતિમ સંસ્કારમાં હાજર સૌ કોઈ રડી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર આ બનાવ એક વર્ષ જૂનો છે. મળતી માહિતી અનુસાર ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતો ચાર બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ ગાયો ચરાવવા જઈ રહ્યો હતો.
તે સમયે એક ટ્રકે તેને અડફેટે લીધો હતો તેના કારણે તેનું કરૂણ મૃત્યુ થયું હતું. એકના એક જુવાન પુત્રનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
અહી ત્યારે પોતાના એકના એક લાડકવાયા ભાઈની અર્થીને બહેનોએ ખંભો આપ્યો ત્યારે આ દ્રશ્ય જોઈ આખું ગામ રડી પડ્યું હતું. મૃત્યુ પામેલ યુવક ખેતી કામ કરતો હતો.
તેની ઉંમર 23 વર્ષની હતી અને તેનું નામ દેવેન્દ્ર કનુભાઈ ગાધે હતું. મૃત્યુ પામેલા યુવાનની ચાર બહેનો પૈકી બે બહેનો માંથી એક બહેન પરીતા સોમનાથ સુરક્ષામાં અને એક બહેન જલ્પા પોરબંદર પોલીસમાં ફરજ બજાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment