એક બાજુ ઉનાળો આવી ગયો છે અને સાથે સાથે રમઝાન મહિનો પણ છે જેના પગલે લીંબુનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે પરંતુ ઉનાળામાં લીંબુનો વપરાશ ખૂબ જ વધારે વધ્યો છે ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો છે
ત્યારે આગામી સમયમાં પણ જો ગરમીમાં વધારો થયો તો લીંબુના ભાવ પણ વધવાની પૂરેપૂરી સંભાવના છે.મહત્વનું છે કે ભાવનગર માર્કેટયાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ 130 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. ત્યારે નબળી ગુણવત્તા ના લીંબુ સો રૂપિયાની આજુબાજુ હોલસેલના ભાવે વેચાઈ રહી છે
પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા આવતા 200 રૂપિયા કિલો થઈ ગયા છે.રમજાન મહિનાને પર લઈને લીંબુની માંગમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે તેની સામે ઓછું ઉત્પાદન થતા લીંબુના ભાવ વધી ગયા છે. ત્યારે એક મહિના પહેલા સૌરાષ્ટ્રના ભાવનગર માર્કેટયાર્ડમાં લીંબુ 40 રૂપિયાના કિલો જોવા મળી રહ્યા હતા
અને તે જ લીંબુ હવે 200 રૂપિયાના કિલો જોવા મળી રહ્યા છે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાય તો નવાઈ નહીં. આ સાથે લીંબુ ના સોડા શરબત સહિતની વસ્તુઓમાં આણંદ માણતા લોકોમાં પણ ભાવ પ્રત્યે ખતાશ જોવા મળી શકે છે અથવા તો તે વસ્તુ ના વધારે ભાવ ચૂકવવા પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment