માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલને યાદ કરવાથી જ ભક્તોના દુઃખ દૂર થાય. માં મોગલ તો માત્ર ભાવની ભૂખી છે. અત્યાર સુધીમાં માં મોગલ એ ઘણા બધા ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને ઘણા બધા લોકોના દુઃખ દૂર કર્યા છે.
માં મોગલના પરચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલના એક પરચા વિશે વાત કરવાના છીએ. એક મહિલા 5000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉધામ પહોંચી હતી. ત્યારે ત્યાં મહિલાને પુછવામાં આવે છે કે તમારે શાની માનતા હતી.
ત્યારે મહિલા જણાવે છે કે, તેમના પરિવારને ઘણા સમયથી કેનેડા જવું હતું, પરંતુ તેમના વિઝા આવતા ન હતા. ત્યારે મેં વિઝા આવી જાય તે માટે માં મોગલ ની માનતા કરી હતી. મેં 1 વાગે વીડિયો જોઈને માં મોગલની માનતા રાખી હતી અને 4 વાગ્યે સમાચાર આવ્યા કે તેમના પરિવારના બધાના એક સાથે વિઝા આવી ગયા છે.
આ જોઈને તો આખું પરિવાર ચોકી ઉઠ્યું હતું. બીજા દિવસે આખું પરિવાર માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલા કબરાઉધામ જવા માટે નીકળી ગયું હતું. વિઝા આવી જાય તે માટે મહિલાએ 5000 રૂપિયાની માનતા રાખી હતી. ત્યારે માનતાના રૂપિયા મહિલા મણીધર બાપુના હાથમાં આપે છે. ત્યારે મણીધર બાપુ મહિલાને કહે છે કે, માં મોગલ એ તારી 151 ઘણી માનતા સ્વીકારી છે.
આ રૂપિયા તારી દીકરીને આપી દેજે માં મોગલ તારુ ભલું કરશે. મિત્રો મણીધર બાપુએ પોતાના ઘણા વીડિયોમાં કહ્યું છે કે, માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી તે માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. આટલું જ નહીં પરંતુ માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય તો બેડા પાર થઈ. તેથી જ તો કહેવાય છે કે, આ દુનિયાનો અંત આવે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. જય માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment