ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પહેલા ભ્રષ્ટાચારને ખત્મ કરીશું : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ગઈકાલે એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અને અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી દ્વારા સેકડો કાર્યકર્તાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાંધીધામમાં વિશાળ જન સંખ્યાને સંબોધી હતી ત્યારબાદ જૂનાગઢ જવા રવાના થયા હતા.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ જુનાગઢ ની જાહેર સભામાં આવેલા હજારો લોકોને સંબોધતા જણાવ્યું કે સાધુ સંતોને નરસિંહ મહેતાની આ પવિત્ર ભૂમિને મારા વંદન છે. સૌથી પહેલા હું મારી આશા વર્કરની બહેનોને કહેવા માગું છું

કે તમારે કેટલાક લોકો મારી પાસે આવ્યા હતા. હું તમારી માંગણીઓને સમજી ગયો છું અને અમારી સરકારને બનવા દો માત્ર ત્રણ મહિનામાં તમારી માંગણીઓને પૂરી કરીશ.હું અહી કોઈને હરાવવા નથી આવ્યો હું દરેક ગુજરાતીઓને જીતાડવા આવ્યો છું ને મને રાજનીતિ નથી આવડતી હું એક શિક્ષીત ઈમાનદાર દેશભક્ત માણસ છું અને મને ખાલી

કામ કરતા જ આવડે છે. જો તમારે ભ્રષ્ટાચાર ગુંડાગીરીની રાજનીતિ જોઈતી હોય તો તેમની પાસે જતા રહેજો પરંતુ જો તમારે સારી શાળાને હોસ્પિટલ અને આશા વર્કરની માંગણીઓ અન્ય કર્મચારીઓની માંગણીઓ પૂરી કરવી હોય તો અમારી પાસે આવી જજો મને કામ કરતા આવડે છે અને મને એવું લાગે છે કે ગુજરાતમાં કંઈક અદ્ભુત થઈ રહ્યું છે જાણે ભગવાન પોતે જાડું ચલાવી રહ્યા હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*