સુરતમાં લગ્નના 6 મહિના બાદ 10માં માળેથી કૂદીને કાપડના વેપારીએ પોતાનું જીવ ટૂકાવ્યો – જુઓ સુસાઇડના CCTV ફૂટેજ

Published on: 7:46 pm, Sat, 1 October 22

સુરત શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સુરત છેલ્લા કેટલાય સમયથી ક્રાઈમ સિટી સાથે સાથ સુસાઇડ સીટી પણ બની રહ્યું છે. ત્યારે સુરતમાં એક કાપડના વેપારીએ 10 માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર સુરત વેસુ ખાતેના હેપ્પી ગ્લોરીયન્સના કાપડ વેપારીએ શુક્રવારના રોજ સવારે 10 માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાજસ્થાનના વતની એવા 28 વર્ષીય નીતિનભાઈ મહેન્દ્રભાઈ જૈન પોતાના પરિવાર સાથે વેસુમાં આવેલા હેપ્પી ગ્લોરીયન્સમાં રહેતા હતા.

નીતિનભાઈ રીંગરોડ ખાતે ઇન્ડિયા માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા હતા. શુક્રવારના રોજ નીતિનભાઈ દસમા માળે રહેતા પોતાના સંબંધીને મળવા ગયા હતા. ત્યારે ત્યાં દસમાં માળેથી નીચે કૂદીને નીતિનભાઈ પોતાનો જીવ ટૂકાવ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ ઈજાગ્રસ્તા હાલતમાં નીતિનભાઈ ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા નીતિનભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નીતિનભાઈ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મળતી માહિતી અનુસાર પાંચથી છ મહિના પહેલા જ નીતિનભાઈ ના લગ્ન થયા હતા. તેમનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં લગ્નના 6 મહિના બાદ 10માં માળેથી કૂદીને કાપડના વેપારીએ પોતાનું જીવ ટૂકાવ્યો – જુઓ સુસાઇડના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*