દીકરીને લક્ષ્મી અવતાર માનવામાં આવ્યો છે.જ્યાં જ્યાં દીકરી હોય ત્યાં બારેમાસ દિવાળી હોય છે.ભોપાલમાં પાણીપુરીવાળા એ દીકરીઓને સાપનો ભારો માનનારાઓને મોટો સંદેશ આપ્યો છે. તેમની પુત્રીના જન્મની ખુશીમાં લોકોને મફતમાં પાણીપુરી ખવડાવી.
આપને જણાવી દઇએ કે ભોપાલ ના કોલર વિસ્તારમાં રહેતી આંચલ ગુપ્તા 14 વર્ષથી પાણીપુરી ની દુકાન ચલાવે છે પરંતુ આંચલ ગુપ્તાએ તેની દુકાનમાં દિવસભર મફતમાં પાણીપુરી ખવડાવી.
આંચલ ગુપ્તા દીકરી પોતાના ઘરે આવે તેવી ઈચ્છા રાખતા હતા અને તેની ઈચ્છા પૂરી થતા તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ખુશીમાં તેને પોતાની દુકાનની બહાર સ્ટોલ લગાવ્યો અને નક્કી કર્યું કે રવિવારે જે પણ કોઈ દુકાનમાં આવશે.
તેને વિનામૂલ્યે પાણીપૂરી ખવડાવવામાં આવશે.આ પાણીપુરી વાળા બાપે બપોરે 1 થી સાંજના 6 વાગ્યા સુધી દુકાન માં આવતા તમામ લોકોને મફત પાણીપુરી ખવડાવી હતી.
તે કહે છે કે દીકરીઓ થી જ પરિવાર હોય છે, જો દીકરી હોય તો દેશ હોય છે. ભગવાન પાસે જે માંગવામાં આવ્યું હતું, તે પ્રાર્થના પૂર્ણ થઈ અને મને દીકરી ના જન્મ પર ખૂબ જ ખુશી છે. આનો વીડિયો પણ વાયરલ થયો છે.
સ્ટોલ ના વાયરલ વીડિયો ના આધારે મધ્યપ્રદેશના લોકો માંગ કરી રહ્યા છે કે આંચલbગુપ્તાની પુત્રીને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન નિ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે. લોકો તેમના વીડીયામાં રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ને ટેગ પણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment