ગુજરાતના વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી…

Published on: 12:27 pm, Sun, 19 September 21

ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી સારો એવો વરસાદ માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં તો વરસાદ કેટલો પડ્યો છે કે પૂરની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડયો હતો.

જેના કારણે અનેક ડેમોમાં પાણીની આવક સારી થઈ હતી તેના કારણે આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં જળસંકટ ટળી શકે છે. ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં 18 ટકા વરસાદની ઘટ છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, નડિયાદ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, મહેસાણા, મહીસાગર માં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી સમયમાં સારો વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*